અચાનક રસ્તા ઉપર આવી ગયા આટલા બધા સિંહ, કાર પાસે પહોંચ્યા અને પછી..... જુઓ વિડિયો


  • ટ્વિટર ઉપર પ્રાણીઓના ઘણા બધા વિડીયો પોસ્ટ કરવામાં આવે છે અને તેમને ખૂબ જ પસંદ પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં ઘણા બધા સિંહો રસ્તા ઉપર ચાલતા જોવા મળે છે. આ વિડીયો ને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર સુશાંત નંદા શેયર કર્યો છે.
  • નવ સેકન્ડના આ વીડિયોમાં જોઇ શકાય છે કે ઘણા બધા સિંહ રસ્તા ઉપર એક સાથે ફરી રહ્યા છે. તુષાર નંદાએ વીડિયો શેર કરતા કેપ્શન માં લખ્યું છે અસલી કેટવોક આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

  • સોશિયલ મીડિયા ઉપર ઘણા સમય પછી સિંહ નો આટલો ખુબસુરત વીડિયો જોવા મળ્યો, થોડાક જ કલાકોમાં વિડીયો એટલો બધો વાયરલ થઈ ગયો કે ઘણા ટ્વિટર યુઝર્સ એ આ વિડીયો ઉપર સવાલ પણ કર્યા હતા. થોડાક લોકોએ તેમને ગ્રાફિક્સ દ્વારા આ વીડિયોમાં બનાવવામાં આવ્યો છે તેવું પણ કહ્યું.

Loading...

  • સુશાંત નંદાએ તેમના ઉપર જવાબ આપતા કહ્યું કે તેમની પાસે ૪૫ સેકન્ડનો સંપૂર્ણ વિડિયો પણ છે. થોડાક સમય પછી તેમણે તે વીડિયો શેર કર્યો જેમાં જોવા મળે છે કે જે રસ્તા ઉપર એક કાર ચાલી રહી છે અને તેમની સાથે ઘણા સિંહ પણ ચાલી રહ્યા છે. કારની અંદર બેસેલા વ્યક્તિ વિડિયો રેકોર્ડ કરી રહ્યો છે. જોઇ શકાય છે કે સિંહ કારની અંદર જોઈ રહ્યો છે અને પછી બાકીના સિંહ સાથે ચાલવા લાગે છે.

  • ટ્વીટર ઉપર સુશાંત ને પૂછ્યું કે શું આ વિડીયો ભારતનો છે? તો તેમણે કહ્યું કે નહીં અને કહ્યું કે આ વિડીયો સાઉથ આફ્રિકા નો છે અને ટ્વિટર ઉપર ઘણા લોકોએ તેમના ઉપર અલગ અલગ રિએક્શન પણ આપ્યું છે.
Loading...