- આપણા સૌર મંડળમાં કુલ આઠ ગ્રહ છે જેમાંથી સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીક નો ગ્રહ છે બુધ. જેમને અંગ્રેજીમાં મર્ક્યુરી ના નામથી ઓળખવામાં આવે છે.
- આ નામ એક સંદેશવાહક રોમન દેવતાના નામ પરથી પાડવામાં આવ્યું છે. કેમ કે આગ્રહ આકાશમાં ઘણું ઝડપથી ગમન કરે છે. લગભગ અઠ્યાસી દિવસમાં તે પોતાની પરિક્રમાને પુરી કરી લે છે અમે તમને ગ્રહ ના થોડા એવા રહસ્યો વિશે કહેવા જઈ રહ્યા છીએ જેમના વિશે તમે લગભગ જ જાણતા હશો.
- બુધ ને પૃથ્વી પછી બીજો સૌથી ખનીજ વાળો ગ્રહ માનવામાં આવે છે. અહીં ખુબ જ વધુ માત્રામાં ખનીજ છે તે મુખ્ય રૂપથી ભારે ધાતુઓ અને ચટ્ટાન નિ સરચના થી બનેલો ગ્રહ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બુધ ની ધરતી પૃથ્વી ના ચંદ્રની ધરતી સાથે હળતી મળતી છે.
- બુધ ગ્રહ પર જીવન બિલકુલ પણ સંભવ નથી કેમ કે અહીં વાયુમંડળ મોસમ રહિત છે એટલે કે આ ગ્રહના વાયુમંડળમાં પૃથ્વી ની જેમ મોસમ ની ઘટનાઓ થતી નથી. તેમનું એવરેજ તાપમાન -173 થી 427 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહે છે. જે કોઈપણ જીવને પળભરમાં જમાવી દે અથવા તો સળગાવી દે છે.
- બુધ ગ્રહ ના જમીનની નીચે પૃથ્વી ની જેમ ટેકટોનિક પ્લેટ સક્રિય છે જેમના કારણે આ ગ્રહ પર પણ ભૂકંપીય ઘટનાઓ થતી રહે છે. આ ગ્રહની ધરતી ઉપર પ્રાચીન લાવા ક્ષેત્રોની ઉપસ્થિતિથી ખબર પડે છે કે ભૂતકાળમાં બુધ પર જ્વાળામુખી ગતિવિધિ રહી હશે.
- બુધ ગ્રહ સવાર અને સાંજ નો તારો પણ કહેવામાં આવે છે કેમકે તે સૂર્યોદયની ઠીક પહેલા અને સૂર્યાસ્તના ઠીક પછી આકાશમાં જોવા મળે છે. આ સૌર મંડળના તે પાંચ ગ્રહો માંથી એક છે જે આકાશ માં નગ્ન આંખોથી જોઈ શકાય છે.
Loading...
- બુધના સિવાય અન્ય ચાર ગ્રહ શુક્ર, મંગળ, બૃહસ્પતિ અને શનિ છે. બુધ ઉપર એક દિવસ પૃથ્વીના 176 દિવસ બરાબર હોય છે. વૈજ્ઞાનિકોના પ્રમાણે આગ્રહ લગાતાર નાનો થઇ રહ્યો છે તેમનું કહેવું છે કે ચાર અબજ વર્ષ પહેલા જ્યારે બુધ ગ્રહ ની ધરતી કડક થઇ હતી ત્યારની તુલનામાં આજે આ ગ્રહ સાત કિલોમીટર નાનો થઈ ગયો છે.
- બુધની ધરતી ઉપર મોટા મોટા ખાડા મળી રહે તેમાંથી થોડાક તો સેંકડો કિલોમીટર લાંબા અને ત્રણ કિલોમીટર સુધી ઊંડા છે. માનવામાં આવે છે કે ખાડા શુદ્ર ગ્રહો અને ધૂમકેતુઓ ના બુધ સાથે અથડાવા સંબંધિત ખગોળીય ઘટનાઓ ના કારણથી બનેલા છે.
- બુધનો કોઈ પોતાનો પ્રાકૃતિક ઉપગ્રહ અથવા તો ચંદ્ર નથી. તેમના સિવાય અહીંની ધરતી પર કંઈક અલગ જ પ્રકારની કરચલીઓ મળી રહે છે. માનવામાં આવે છે કે બુદ્ધિ ઉપર વધુ પડતી ગરમીના કારણે થી જેમ જેમ ગ્રહ નું લોખંડ ભેગું થવાનું શરૂ થયું અહી ની ધરતી પર તેમજ કરચલી પડે છે. આ કરચલી ને લોબેટ સ્કાપર્સ ના નામ થી પણ ઓળખવામાં આવે છે અને તે કરચલી એક મીલ સુધી ઉંચી અને સેંકડો મિલ સુધી લાંબી હોય છે..



