- ઠંડીની સીઝનમાં ગરમા-ગરમ પરાઠાની ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો વાત કરવામાં આવે મેથીના પરાઠા ની તો પછી તેનું શું કહેવું? આ સિઝનમાં તાજી તાજી મેથી ઘણી જ સરળતાથી મળી જતી હોય છે. તો મોડું કઈ વાતનું આજે જાણી લો મેથીના પરાઠા બનાવવાની આ સરળ રેસિપી.
Loading...
- મેથીના પરાઠા બનાવવાની સામગ્રી
- 3 કપ ઘઉંનો લોટ
- ૧ કપ ચણાનો લોટ
- બે કપ કાપેલી મેથી
- 6 થી 8 લસણની કાપેલી કળી
- એક ઈચ બારીક કાપેલું આદુ
- સ્વાદ અનુસાર નમક
- તેલ તળવા માટે
- લીલી મરચી કાપેલી
- આ રીતે બનાવો મેથીના પરાઠા
- મેથીના પરાઠા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં લોટ અને ચણાનો લોટ સારી રીતે મિક્સ કરી લો.
- મિક્સ થયા પછી બીજી બાજુએ મેથી, આદુ, લસણ, લીલી મરચી ગ્રાઈન્ડરમાં નાખીને સારી રીતે પેસ્ટ બનાવી લો અને મિક્સ કરી દો.
- હવે આ પેસ્ટ બન્યા પછી તે ચણા નો લોટ તેમજ ઘઉંના લોટમાં આ પેસ્ટને નાખીને સારી રીતે મિક્સ કરો
- તેમની સાથે જ તેમાં અજમા અને નમક સ્વાદ અનુસાર નાખીને લોટને સારી રીતે ગોઠવી લો.
- હવે લોટની ગોળીઓ બનાવીને તેમને પોતાના આકાર અનુસાર પરાઠાને વણી લો ગેસ ઉપર ધીમી આંચ પર તવાને ગરમ કરવા માટે રાખો.
- જ્યારે તવો સંપૂર્ણ રીતે ગરમ થઈ જાય ત્યારે તેમાં પરાઠાને નાખીને બંને બાજુ તેલ લગાવીને શેકી લો હવે તમારા ગરમાગરમ મેથીના પરાઠા તૈયાર છે.
- તમે મેથીના પરાઠા ચા નહીં તેમજ ચટણી સાથે સર્વ કરી શકો છો.
Loading...


