આયુશ શર્માએ શેર કરી પત્ની અર્પિતાની ફોટો, માતાની સાથે અલગ જ અંદાજમાં જોવા મળ્યા બંને બાળકો
February 06, 2020
સલમાન ખાન ની સૌથી નાની બહેન અર્પિતા ગયા ડિસેમ્બર 27, 2019 એ એક ખુબ જ સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. સલમાન ખાન ના જન્મદિવસ ઉપર તેમને આ ભેટ આપી હતી. અર્પિતા અને આયુષ એ પોતાની દીકરી નું નામ આયત રાખ્યું.
જ્યારથી આયત આવી છે ત્યારથી ખાન પરિવાર ની ખુશી નું ઘણું રહ્યું નથી અને સૌથી વધુ ખુશ તેમના પિતા એટલે કે આયુષ શર્મા છે. દિવસો માં તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દીકરી ની તસ્વીર શેર કરતા રહે છે. હાલમાં જ આયુષ એકવાર ફરી પોતાના બંને બાળકો આહિલ અને આયત ની સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરને જોઇને તમારા ચહેરા ઉપર પણ મુસ્કાન આવી જશે.
જ્યારથી આયત આ દુનિયા માં આવી છે ત્યારથી તેમની તસવીર ક્યારેય માતા અર્પિતા સંગ તો ક્યારેક મામાં સંગ વાયરલ થઇ રહી છે. આયુષ એ ફોટો શેર કરી છે તેમા તે પોતાના બંને બાળકો સાથે ક્યૂટ પોજ આપતા નજરે આવે છે. અર્પિતાની આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ફેન્સ ઘણીજ પસંદ કરી રહ્યા છે. તેમાં એક બાજુએ દીકરો આહિલ માતા ના ગાલ ઉપર કિસ કરી રહ્યો છે અને ત્યાંજ આયત અસમાન તરફ જોઈ રહી છે. અર્પિતાના ચહેરા ઉપર આ સુંદર સ્માઈલ એ વાત તરફ ઇશારો કરી રહી છે કે તે હાલમાં પોતાની મધરહૂડ લાઈફ એન્જોય કરી રહી છે.
ત્યાજ અર્પિતાના જીજુ અને અલવિરા ખાન પતિ અતુલ અગ્નિહોત્રી એ પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોટો ની સાથે વિડિયો શેર કરેલો છે. હાલમાં સલમાન ખાનની એક ફોટો વાયરલ થઈ હતી જેમાં તે પોતાની ભાણકી ને જોતા નજરે આવી રહ્યા હતા.
આ તસવીર ને શેયર કરતા અર્પિતા એ લખ્યું દુનિયા માં એવી કોઈ પણ વસ્તુ નથી, જેનાથી મને ડર લાગે છે અને તેમની પાછળ ફક્ત એકજ કારણ છે કે મને ખબર હતી કે તમે મારી સાથે છો અને તમે મારી સાથે એવું કઈ પણ નહિ થવા દો. હવે આયત ને પણ એવી સુરક્ષા વાળા હાથ મળી ગયા છે. આ હાથ ને ભગવાન એ મોકલ્યા છે.
તમને કહી દઈએ કે સલમાન ખાન એ પોતાની બહેન અર્પિતા સાથે પોતાના જન્મદિવસ નું ગિફ્ટ માંગ્યું હતું. આ વાત ને ધ્યાન માં રાખતા અર્પિતા અને તેમના પતિ આયુષ શર્મા એ નક્કી કર્યું હતું કે તે બાળક ની ડિલિવરી સલમાન ખાન ના જન્મદિવસ વાળા દિવસે રાખશે. સલમાન ખાન ને તેમના જન્મદિવસ ની ભેટ આપતા અર્પિતા એ સલમાનખાન ના જન્મદિવસ વાળા દિવસે બાળકી ને જન્મ આપ્યો હતો. જેમના પછી ઘર માં ખુશી ની લહેર ફરી વળી હતી.
આયત ના જન્મ દિવસ ઉપર સલમાન ખાન એ સોશ્યલ મીડિયા પર તેમની ખુશી વ્યક્ત કરી અને લખ્યું આ ખૂબસૂરત દુનિયામાં તમારું સ્વાગત છે આયાત. થેંક્યું અર્પિતા અને આયુષ મને બર્થ ડે પર બેસ્ટ ગિફ્ટ આપવા માટે. તમને બધાનો પ્રેમ અને આશીર્વાદ મળે અને તમે અમને બધાને ગર્વ મહેસૂસ કરવો. સાથે ફેંસ અનેં બોલીવુડ સિતારા ઓ એ પણ દીકરીના જન્મ ઉપર ખાન પરિવાર ને શુભકામના આપી હતી.