આ છે બોલિવૂડના 8 ટોપ ફિટનેસ ટ્રેનર્સ, સિતારાઓ ની શાનદાર બોડીના પાછળ છુપાયેલી છે એમની મહેનત
February 13, 2020
બોલીવુડ સિતારાઓ ના સૌથી આકર્ષક વસ્તુ તેમની ખૂબ જ સારી બોડી હોય છે, પછી તે હીરો ના સિક્સ પેક્સ એપ્સ હોય અથવા તો હિરોઈનનું ઝીરો ફીગર વાળુ લુક. આ સિતારા ઓન સ્ક્રીન ફિટ દેખાવા માટે ખૂબ જ મહેનત કરે છે. કોઈ પણ વ્યક્તિ ની શાનદાર બોડી ની પાછળ તેમના ફિટનેસ ટ્રેનર જિમ્મેદાર હોય છે. એવામાં આજે અમે તમને બોલિવૂડના એવા આઠ ફેમસ ફિટનેસ ટ્રેનર સાથે જણાવવા જઈ રહ્યા છીએ. તે એ જ લોકો છે જેમના કારણે ઘણા બોલિવુડ સિતારા શાનદાર બોડી લઇને ફરી રહ્યા છે. જ્યારે પણ પર્સનલ જીવન અથવા તો ફિલ્મ ડિમાન્ડના અનુસાર કોઈપણ સિતારા ઓ બોડી શેપ માં લાવવી હોય તો આ જ ટ્રેનર ની પાસે આવે છે.
પ્રશાંત સાવન
પ્રશાંત બોલીવૂડના સૌથી વધુ લોકપ્રિય ટ્રેનર છે. તેમના ફિટનેસ સેન્ટર નું નામ Body Sculpture છે. હેપ્પી ન્યુ યર ફિલ્મમાં તમને શાહરૂખ ખાનની સિક્સ પેક એબ્સ વાળી બોડી યાદ છે. પ્રશાંત એ શાહરૂખ ખાનને ટ્રેન કરી તેવી બોડી બનાવવામાં મદદ કરી હતી. શાહરૂખ ખાનના સિવાય વરુણ ધવન, આલિયા ભટ્ટ, અજય દેવગન, અભિષેક બચ્ચન અને સનીલીયોન પણ પ્રશાંત પાસે ટ્રેનિંગ લઈ ચૂક્યા છે.
ક્રીશ ગેથીન
એક ખૂબ જ સારા ટ્રેનર છે. તેમણે ફિટનેસને લઈને સૌથી વધુ વેચાતી પુસ્તક Body By Design અને The Transformer પણ લખી છે. ક્રિસ જોન અબ્રાહમ ને ટ્રેન કરી ચૂકેલા છે. તેમના સિવાય ક્રિસ 3 ફિલ્મ માં ઋતિક ની શાનદાર બોડી બનાવવા માટે તેમણે જ મદદ કરી હતી.
અબ્બાસ અલી
કબીર સિંહ અને ઉડતા પંજાબ માં શાહિદ કપૂરની જે ખૂબ જ સારી બોડી હતી તેમની પાછળ અબ્બાસ અલી નો હાથ હતો. અબ્બાસ છેલ્લા આઠ વર્ષોથી શાહિદ કપૂરને ટ્રેન કરી રહ્યા છે. કેમ કે શાહિદ કપૂર શુદ્ધ શાકાહારી છે. એટલા માટે તેમના ઉપર બોડી બનાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડે છે.
સમીર જોરા
જ્યારે કોઈ પણ સ્પોર્ટ્સ ખેલાડી ઉપર બાયોપિક ફિલ્મ બને છે. ત્યારે સમીર પહેલી પસંદ હોય છે. તે ફરહાન અખ્તર ને ભાગ મિલ્ખા ભાગ અને પ્રિયંકા ચોપડા અને મેરીકોમ માટે ટ્રેન કરી ચૂકેલા છે.
યાસ્મીન કરાચી વાલા
યાસ્મીન બોલિવૂડ એક્ટ્રેસ ના વચ્ચે ખૂબ જ લોકપ્રિય ફિટનેસ ટ્રેનર છે. યાસ્મીન દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને પરિણીતી ચોપડા જેવી અભિનેત્રીઓને ટ્રેન કરેલી છે. તેમના કારણે બોલિવૂડની વધુ એક્ટ્રેસ પરફેક્ટ ફિગર લઈને ફરી રહી છે.
યોગેશ ભાટેજા
યોગેશ સોનુ સૂદ અને કપિલ શર્મા જેવા સિતારાઓ ના પર્સનલ ટ્રેનર રહી ચૂકેલા છે. તે છેલ્લા 12 વર્ષથી ફિલ્મી સિતારાઓની ટ્રેનિંગ આપી રહ્યા છે. યોગેશ કહે છે કે ફિટનેસ સંપૂર્ણ રીતે દિમાગ અને મોટીવેશનલ નો ખેલ છે તે વધુ હાઈડ્રો વર્ક આઉટ ઉપર જોર આપે છે.
વિનોદ ચન્ના
વિનોદ એજ વ્યક્તિ છે જેમણે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી નો 108 કિલો વજન ઓછો કરાવ્યો હતો. તેમના સિવાય તે જોન અબ્રાહિમ, શિલ્પા શેટ્ટી, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા ને પણ ટ્રેન કરી ચૂકેલા છે. વિનોદ સ્ટ્રેન્થ ટ્રેનિંગ વેઇટ લોસ મેનેજમેન્ટ અને ન્યુટ્રિશિયન તેમજ body sculpting પર ફોકસ કરે છે.
લાઇડ સ્ટીવેન્સ
સ્તિવંસ ખુદ નો શારીરિક બદલાવ કમાલ નો હતો. તે આ દિવસો માં રણવીર સિંહ ને બોડી બનાવવા માટે ટ્રેન કરે છે.