ભારતના એવા ચાર ગામ જેની ખૂબસૂરતી એવી કે જવા માટે પણ મજબૂર થઇ જશો



  • કલા સંસ્કૃતિ અને પરંપરાની ધરતી ભારતમાં જોવા માટે ઘણું બધું છે. તમને ફરવાનો ઘણો બધો શોખ હશે પરંતુ આપણા દેશમાં ઘણું બધું એવું છે જ્યાં, તમારે પણ ફરવાનું બાકી રહી ગયું હશે. લગભગ તમે તેના વિશે જાણતા જ ન હોવ. 
  • જો વારંવાર એક જગ્યા ઉપર ફરવા જશો તો કઈ રીતે તમે પણ ભારત ફરી શકશો. કાશ્મીરને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે પરંતુ, કાશ્મીરની જેમ જ દેશમાં ઘણા બધા એવા ગામ છે. જ્યાં જન્નત નો નજારો હોય છે. આ ગામ ભલે જ નાના હોય પરંતુ અહીંની ખૂબસૂરતી એવી છે કે તેમની તુલના કાશ્મીર સાથે પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ એવા ચાર ગામ વિશે.
  • સ્મિત મેઘાલય

  • મેઘાલયની રાજધાની શિલાંગ થી લગભગ 11 કિલોમીટર દૂર પહાડો ઉપર વસેલું સ્મિત ગામ કુદરત ની ખુબસુરતી ની ચાદર ઓઢેલું નજર આવે છે. શહેર ના પ્રદુષણ થી દૂર સ્મિત ની હવામા ભળેલી શુદ્ધતા અને તાજગી તમારા જીવનમાં તણાવ અને દૂર કરી દેશે. એ જ કારણ છે કે આ ગામ અને પ્રદૂષણ મુક્ત ગામ નો દરજ્જો પ્રાપ્ત થયો છે. સ્મિત ગામ જોવામાં એટલું ખૂબસૂરત છે કે અહીંના નજારા તમને હેરાન કરી દેશે. અહીં ગામમાં રહેવાવાળા લોકો શાકભાજી અને મસાલા ની ખેતી કરે છે.
  • મલાના, હિમાચલ પ્રદેશ

  • મલાના ગામ હિમાચલ ની કુલ્લુ ઘાટી ના ઉત્તરમાં પાર્વતી ઘાટી ની હરીભરી વાદીઓ થી ઢંકાયેલી છે. મલના નદીની પાસે ખૂબસૂરત પહાડીઓ ના કિનારા પર વસેલું આ ગામ ની ખુબસુરતી બેમિસાલ છે. અહીંના અદભૂત નજારા અહીં આવનારા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવતા પ્રવાસીઓ આ ગામની બહાર કેમ્પ લગાવીને રહે છે. અહીં બહારના લોકોનું ગામમાં જવું અને ત્યાં કોઈ પણ વસ્તુને અડવાની મનાઈ છે.
  • મિરિક, પશ્ચિમ બંગાળ

  • દાર્જીલિંગના પશ્ચિમ માં સમુદ્ર તળથી લગભગ 4905 ફૂટની ઊંચાઈ ઉપર વસેલું એક નાનકડું ગામ મિરિક છે. હિમાલયની વાદીઓ ની વચ્ચે દેવદાર થી ઘેરાયેલી મિરિક જીલ અહીંના નજારાને વધુ ખૂબસુરત બનાવે છે. અહીં ચાના બગીચા જંગલી ફૂલોની ચાદર ક્રિપ્ટોમેરીયા ના વૃક્ષ આવતા પ્રવાસીઓને ખૂબ જ લોભાવે છે.
  • ખોનામા, નાગાલેન્ડ

  • પ્રકૃતિ સાથે પ્રેમ કરવાવાળા લોકો ને લગભગ એ વાતની ખબર હશે કે ખોનામા ને એશિયા નું સૌથી પહેલું લીલોતરી વાળુ ગામ ઘોષિત કરવામાં આવ્યું છે. આ ગામ કોહિમાં થી 20 કિલોમીટર દૂર ખોનામાં ની વાદીઓમાં સ્થિત છે. આ ગામમાં 100 થી વધુ અલગ અલગ પ્રજાતિના લોકો રહે છે.
  • જો તમે ધ્યાનથી આ ગામને જોશો તો તમને એ જાણ થશે કે ખોનામાં માં બનેલા બધા જ ઘર એકબીજા સાથે જોડાયેલા છે. તેમના સિવાય અહીં બનેલા બધા જ ઘરના દરવાજા પર એક ખાસ પ્રકારના સિંગ લટકાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગામની સુરક્ષા માટે લટકાવવામાં આવ્યા છે. અહીં લગભગ ૨૫૦ પ્રજાતિઓના છોડ મળી રહે છે.