એક્ટિંગની સાથે સ્પોર્ટ્સમાં પણ માહિર છે આ દસ બોલિવુડ સિતારા, એક તો સ્ટેટ લેવલ સુધી રમી ચુક્યો છે ટેનિસ



  • બોલિવુડ સિતારા આપણે તેમની શાનદાર એક્ટિંગ સ્કિલના કારણે જાણીએ છીએ. તમને જાણીને હેરાની થશે કે અભિનય કરવાની સિવાય આ ફિલ્મી સિતારાઓ ખૂબ જ સારું એવું સ્પોર્ટ્સ પણ રમી શકે છે. થોડા સિતારાઓ બોલિવૂડમાં આવતાં પહેલા આ ખેલોમાં માહિર ખેલાડી હતા. તો ચાલો જાણીએ એવા 10 ફેવરેટ સિતારા કયા છે જે સ્પોર્ટ્સ સૌથી સારું રમતા જાણે છે.
  • તાપસી પન્નૂ - સ્કવેશ

  • પિન્ક, બદલા જેવી ફિલ્મોમાં ખૂબ જ સારો અભિનય કરવા વાળી તાપસી પન્નુ પોતાની ફિટનેશને લઈને જાગરૂક રહે છે. તાપસી ને કવેશ ગેમ રમવી ખૂબ જ પસંદ છે. તે આ ગેમમાં પોતાના સહ કલાકારો જેવા કે વરુણ ધવન અને સલીમ ને પણ હરાવી ચૂકી છે.
  • સકીબ સલીમ ક્રિકેટ

  • દિલ જંગલી, મેરે ડેડ કી મારુતિ અને રેસ થ્રી માં અભિનય કરવાવાળા સાકીબ સલીમ ને ક્રિકેટ રમવાનું ખૂબ જ પસંદ છે. તે વિરાટ કોહલી સાથે પણ ક્રિકેટ રમી ચૂક્યા છે. મોડેલિંગ અને એક્ટિંગ ના પહેલા તે ક્રિકેટમાં કરિયર બનાવવા ઇચ્છતા હતા. તે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં મુંબઈ હીરોસ ટીમનો હિસ્સો પણ છે.
  • રણદિપ હુડા - પોલો

  • રણદિપ હુડા અને બોલીવુડમાં પોતાના શાનદાર અભિનયથી પોતાની અલગ જ ફેન ફોલોઈંગ બનાવી છે. ખૂબ જ ઓછા લોકો જાણતા છે કે રણબીર એક પ્રોફેશનલ પોલો પ્લેયર છે.
  • આમિર ખાન - ટેનિસ

  • અમીરખાન સ્ટેટ લેવલ પર ટેનીસ રમી ચૂક્યા છે. તે નેશનલ લેવલ પર પણ જવાના હતા પરંતુ તેમના પહેલા તેમને ફિલ્મમાં દેબ્યું થઈ ગયું.
  • રણબીર કપૂર - ફૂટબોલ

  • રણબીર કપૂર ના ફંકશન અને ચેરિટી માં પોતાની ફૂટબોલ સ્કિલ દેખાડી ચૂક્યા છે. તે ઈન્ડિયન સુપર લીગમાં મુંબઈ સીટી એસી ના માલિક પણ છે. સાથે સાથે તે ફૂટબોલ પણ સારી રીતે રમી લે છે.
  • જોન અબ્રાહમ - ફૂટબોલ

  • જોનને ફુટબોલ રમવા નો શોખ છે. તેમણે ફૂટબોલ ઉપર આધારિત એક ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. તેમની ફૂટબોલને લઈને દીવાનગી ઘણા અવસર ઉપર જોવા મળી છે. તે સ્કૂલમાં ફૂટબોલ ટીમના કેપ્ટન પણ હતા.
  • રાહુલ બોસ - રૂગ્બી

  • બોલિવૂડમાં ઓછા પરંતુ દમદાર રોલ કરવા વાળા રાહુલ બોસને રૂગ્બી રમત માં ઘણી ઉપલબ્ધિ મેળવી છે. રાહુલ ઇન્ડિયા તરફથી રગ્બી છેલ્લા ૨૫ વર્ષો થી રમી રહ્યા છે.
  • દીપિકા પાદુકોણ - બેડમિન્ટન

  • દીપિકા પાદુકોણ ભારતના મહાન બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણ ની દીકરી છે. બોલીવુડમાં આવતા પહેલા દીપિકા પાદુકોણ એ ખૂબ જ બેડમિન્ટન રમ્યા કરતી હતી. તે આ ખેલમાં માહિર છે.
  • શાહરુખ ખાન - ક્રિકેટ અને હોકી

  • શાહરુખ એ પોતાના ફ્રી સમયમાં ક્રિકેટ અને હોકી રમવા નું ખુબ જ પસંદ છે તે આઇપીએલ કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના માલિક પણ છે તેમની સાથે તેમણે ચકદે ઇન્ડિયા ફિલ્મમાં ફેમેલ હોકી ટીમના કોચ ની ભૂમિકા નિભાવી હતી.
  • અક્ષય કુમાર - માર્શલ આર્ટ

  • બોલીવૂડના સૌથી ફિટ ખેલાડી અક્ષય કુમાર ટાયકોડો મા બ્લેક બેલ્ટ છે અને Muay Thai નામના પ્રાચીન આર્ટમાં પણ તે માહિર છે. એ જ કારણ છે કે તે બધા જ સ્ટંટ ખૂબ જ સારી રીતે કરી શકે છે.