વેલેન્ટાઈન ડે ના અવસર પર ધર્મેન્દ્ર આપી રહ્યા છે ફેન્સને ખાસ ગિફ્ટ, ખોલી રહ્યા છે "હિ મેન" રેસ્ટોરન્ટ
February 13, 2020
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર એ ફિલ્મોમાં પોતાની અલગ જ ઓળખાણ બનાવી છે. બોલીવુડને તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે ત્યાં હવે એક નવું કામ કરવા માટે ખૂબ જ મશહૂર થઈ રહ્યા છે.
ધર્મેન્દ્ર આ વેલેન્ટાઈન ડે પોતાના ફેન્સને એક ગિફ્ટ આપી રહ્યા છે તેમની જાણકારી તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
ધર્મેન્દ્ર ઇન્સ્ટાગ્રામમાં કહ્યું છે કે તે કરનાર હાઇવે ઉપર પોતાનું એક ઢાબા ખોલવા જઈ રહ્યા છે. જેવું જ ધર્મેન્દ્રએ આ પોસ્ટને શેર કરી તો તેમના ફેન્સ એ તમને શુભકામના અને ધન્યવાદ આપવાનું શરૂ કર્યું.
ધર્મેન્દ્ર ના અનુસાર ૧૪ ફેબ્રુઆરીએ તેમના કરાનાલ હાઇવે ઉપર 10:30 વાગ્યે તેમના નવા ઢાબા નું ઉદ્દઘાટન કરશે. આ ઢાબા નું નામ ધર્મેન્દ્ર એ HE-MAN રાખ્યું છે. આજ નામથી ધર્મેન્દ્ર બોલિવૂડમાં ઓળખવામાં આવે છે. પરંતુ ધર્મેન્દ્રના આ ઢાબા મેન્યુ શું હશે એ વિશે અત્યાર સુધી કોઈપણ જાણકારી સામે આવી નથી પરંતુ દિલ્હી અને તેની આસપાસના લોકો માટે આ ફરવા માટે ઘણી જ સારી જગ્યા થવા જઈ રહી છે.
તમને કહી દઈએ કે ધર્મેન્દ્ર નું આ પહેલું ઢાબા નથી તેમના પહેલા તેમણે હરિયાણાના સોનીપત જિલ્લામાં મુરથલ માં ખોલેલું છે જેમનું નામ ગરમ ધરમ છે તેમણે વર્ષ 2018માં ખોલેલું હતું તેનું ઉદ્ઘાટન કરવા તે ખુદ પહોંચ્યા હતા.
આ ઢાબા માં બધી જગ્યાએ ધર્મેન્દ્રના ફિલ્મોના પોસ્ટર તેમની ફિલ્મો સાથે જોડાયેલી વસ્તુઓ અને તેમના સાથે જોડાયેલ ટ્રક-જીપ ટ્રેક્ટર જોવા મળ્યા. એટલું જ નહીં આ ઢાબા ની પાર્કિંગ પરિસરમાં શોલે ફિલ્મ વાળી મોટી ટાંકી બનાવવામાં આવી છે જેનાથી તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની શકે.