પોતાનો 44 માં બર્થ ડે મનાવી રહ્યા છે અભિષેક બચ્ચન, 13 વર્ષ પહેલા કર્યા હતા એશ્વર્યા સાથે લગ્ન



  • અભિષેક બચ્ચન પોતાના 44 નો બર્થ ડે બનાવ્યો છે. પરિવારની સાથે તેમણે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. પત્ની એશ્વર્યા એ તસવીર શેર કરીને તેમને બર્થ ડે ની શુભકામના આપી છે. બર્થડે સેલિબ્રેશનના સમયે માતા-પિતા પણ સાથે હતા.

  • અભિષેક અને ઐશ્વર્યા હેપિલિં મેરીડ છે. અભિષેક અને ઐશ્વર્યા ના વચ્ચે પ્રેમ ફિલ્મ ગુરુ ના સેટ ઉપર થયો હતો અને બંનેને એકબીજા સાથે એટલું પસંદ આવ્યું કે વર્ષ 2007માં તેમને લગ્ન કરી લીધા. 20 એપ્રિલ 2007 એ અમિતાભ બચ્ચન ના બંગલા પ્રતીક્ષામાં અભિષેક ઐશ્વર્યા ના લગ્ન થયા. થોડાક દિવસ પહેલા એશ્વર્યાએ સંગીત સેરેમનીની તસવીરો વાયરલ થઈ હતી.

  • અભિષેક પોતાના પિતા અમિતાભ બચ્ચન ની સાથે ફિલ્મ મૃત્યુ દાતા ની શૂટિંગ ના સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા. અને ત્યાં જ પહેલીવાર એશ્વર્યા સાથે તેમની મુલાકાત થઈ હતી. એશ્વર્યા તે સમયે બોબી દેઓલ ની સાથે પોતાની પહેલી ફિલ્મ ઔર પ્યાર હો ગયા ની શૂટિંગ કરી રહી હતી. બોબીએ અભિષેક ને હોટલમાં મળવા માટે બોલાવ્યો હતો અને ત્યાં જ એશ્વર્યાને તેમણે પહેલી વાર જોઈ હતી.


  • વર્ષ 2000માં અભિષેક ઐશ્વર્યા સાથે ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે' માં કામ કરવાનો અવસર મળ્યો તે ફિલ્મ તો ચાલી નહીં પરંતુ ઐશ્વર્યા અને અભિષેક સારા દોસ્ત જરૂર બની ગયા તે દરમિયાન સેટ ઉપર એશ્વર્યા અભિષેક ખુબજ વાતો કરતા.

  • એકબીજા સાથે પોતાની લવ લાઈફ પણ ડિસ્કસ કરતા પરંતુ કોણ જાણતું હતું કે આગળ ચાલીને તેમની કિસ્મત ની રેખાઓ જોડવા જઈ રહી છે. વર્ષ 2002માં અભિષેક ની કરિશ્મા સાથે સગાઇ થઇ પરંતુ ચાર મહિના પછી ફેબ્રુઆરી 2003 માં તે તૂટી ગઈ.

  • વર્ષ 2005માં અભિષેક અને ઐશ્વર્યા ફિલ્મ ઉમરાવજાન, ધુમ ટુ અને ગુરુ માં સાથે કામ કરવાનો અવસર મળ્યો. ફિલ્મ ગુરુમાં અભિષેક અને ઐશ્વર્યા પડદા ઉપર એકસાથે કમાલ કરી રહ્યા હતા. તે શાયદ તેમના રીયલ ઈમોશનલ નો અસર હતો. તેમની લવ સ્ટોરી ની જેમ જ આ ફિલ્મ સુપર રહી.

  • અભિષેક અને ઐશ્વર્યા ની જ્યારે ડેટિંગ શરૂ થઈ તો આ સંબંધ બોલિવૂડના માટે મોટી ખબર બની ગયો બોલિવૂડના સ્ટાર એકબીજા સાથે મળવા લાગ્યા. હવે બધી જ બાજુ બોલિવૂડના એક નવા જોડાની ચર્ચા થવા લાગી.

  • વર્ષ 2006માં ગુરુ રિલીઝ થઈ આ ફિલ્મનું પ્રિમિયર ન્યૂયોર્કમાં થયું અને ત્યાં જ અભિષેક એશ્વર્યા ને લગ્ન માટે પ્રપોઝ કર્યું. અભિષેક નો પ્રેમ કબૂલ કરવામાં એશ્વર્યાએ જરા પણ મોડું કર્યું નહીં. ઐશ્વર્યા અને અભિષેક એ હવે લગ્નનો નિર્ણય લીધો.

  • બંનેના માતાપિતા લગ્નની વાત કરવા માટે મળ્યા તો ખબર પડી કે એશ્વર્યા ની જન્મ કુંડળીમાં માંગલિક દોષ છે. બચ્ચન પરિવાર એ આ દોષ પૂરો કરવા માટે કાશીથી લઈને કન્યાકુમારી સુધી ના મંદિરમાં પૂજા-પાઠ કર્યા. ઐશ્વર્યાએ પણ બધા જ પૂજાપાઠમાં હાજર રહી. જ્યારે બંને પરિવારને લાગ્યું કે બધા જ ગ્રહોના દોષ દૂર થઈ ગયા છે. તો વર્ષ 2007 એ 14 ફેબ્રુઆરીએ તેમની સગાઇ કરી દીધી.

  • બોલિવૂડમાં અત્યાર સુધીની સૌથી હાઇ પ્રોફાઇલ લગ્ન હતા. એશ્વર્યાને અભિષેક ના લગ્ન નો નજારો કેમેરામાં કેદ કરવા માટે મીડિયા નો જમાવડો લાગેલો હતો. ત્યાં જ દુલ્હા દુલ્હન ની એક ઝલક મેળવવા માટે સેંકડો લોકો પ્રતીક્ષા કરી રહ્યા હતા. લગ્ન પછી અભિષેક અને એશ્વર્યા યુરોપના ઘણા દેશોમાં હનીમૂન મનાવવા માટે પહોંચ્યા.

  • અભિષેક અને ઐશ્વર્યા તે થોડાક નસીબ કપલ માંથી છે જેમના પ્રેમને મંઝીલ નસીબ થઈ. બ્યુટી ક્વિન એશ્વર્યા અને જુનિયર બચ્ચન ના આ જોડીને 11 વર્ષ પુરા થઈ ચુક્યા છે.