માતા ના ખોળા માં આ રીતે સૂતેલી નજર આવી કપિલ ની દીકરી, દીકરી ની યાદો માટે કરાવ્યું આ ખાસ કામ
February 05, 2020
2 દિવસ પહેલા કોમેડિયન કપિલ શર્માએ પોતાની દીકરીની પહેલી ઝલક પોતાના ફેન્સ ને દેખાડી. ત્યારથી લોકો કપિલ ની દીકરી ની પ્રસંશા કરવામાં કોઇ પણ ઉણપ રાખી રહ્યા નથી. કપિલના ફેન્સ એટલા વધુ છે કે હજુ સુધી તેમની દીકરી લાઇલાઇટમાં છવાયેલી છે.
તમને સોશિયલ મીડિયા ઉપર કપિલ શર્મા ટેગ માં લોકો તેમની દીકરી ઉપર ચર્ચા કરતા જોવા મળશે. તમને કહી દઈએ કે થોડીક બીજી પણ તસવીર સામે આવી છે જેમાં કપિલ તેમની નાની પરી સાથે જોવા મળે છે. જે લેટેસ્ટ તસવીર સામે આવી છે તેમાં તેમની દીકરી ખુબજ ક્યુટ લાગી રહી છે.
સૌથી લેટેસ્ટ તસવીરો કપિલની દીકરી અનાયરા પોતાની મમ્મી ના ખોળા માં સુતેલી નજર આવી રહી છે. તસવીરમાં કપિલ શર્મા પણ જોવા મળી રહ્યા છે ત્યાં જ એક બીજી મહિલા પણ નજર આવી રહી છે. જે દીકરી ના હાથ ને ડબ્બામાં નાખેલા છે. લેડી એક આર્ટિસ્ટ છે અને દીકરીના હેન્ડ પ્રિન્ટ લઈ રહી છે.
બોલિવૂડમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં સ્ટાર પોતાના બાળકો ની યાદો માટે તેમના હેન્ડ અને ફૂટ પ્રિન્ટ ઇમ્પ્રેશન બનાવે છે. કપિલે પણ આ ખાસ કામ કરાવ્યું છે. તેમણે પણ તેમની દીકરીની યાદ માટે તેમના હેન્ડ ફૂટ પ્રિન્ટ બનાવ્યા છે.
કપિલ ગયા વર્ષે 10 સપ્ટેમ્બર એ પિતા બન્યા છે. તેમની પત્ની ગિન્ની ચતરથ હોસ્પિટલમાં દીકરી અનાયરા ને જન્મ આપ્યો હતો. કપિલ શર્માએ ટ્વિટ કરીને ખુશખબરી આપી હતી. દીકરી નું નામ ની જાણકારી કપિલે બે દિવસ પહેલા દીકરી ની ઝલક સાથે આપી હતી.
કોમેડિયન કપિલ એ ગિન્ની સાથે વર્ષ 2018માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. કપિલ અને પત્ની ગિન્ની ચતરથ એ આવનારા નાના મહેમાન માટે પહેલાથી જ ઘણી તૈયારીઓ કરી દીધી હતી. ગયા વર્ષે ગિન્ની ના પ્રેગ્નેંટ હોવાની ખબર આવી હતી.