કોબી ના પરાઠા બનાવવા ની સૌથી સ્વાદિષ્ટ રેસિપી આજેજ શીખી લો
February 05, 2020
ધ્યાન માં રાખવા જેવી બાબતો
1. લોટ ને સારી રીતે નરમ ગુંથો તેનાથી પરાઠા નો સ્વાદ વધુ સારો લાગશે. જો તમે પરાઠા ને ખુબજ ટેસ્ટી બનાવવા માંગો છો તો તેને પાણી ની જગ્યા એ દૂધ થી ગૂંથો તેનાથી તે ખુબજ નરમ થશે.
2. જો તમે પરાઠા ને તીખું કરવા માંગો છો તો તેમાં લાલ મરચી ની જગ્યા એ લીલી મરચી ની માત્રા વધારો.
3. જો તમે બટર ને પરાઠા ની એક જગ્યા એ નહિ પરંતુ બધીજ જગ્યા એ ફેલાવો તો તે પરાઠા ની અંદર પણ ચાલ્યું જશે જેનાથી પરાઠા નો સ્વાદ વાળું સારો લાગશે.
4. આ રેસિપી માં કોબી ની stuffing બનાવવા માં બટેકા નો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ તે ઓપ્શનલ છે તમે ઈચ્છો તો વગર બટાકા એ પણ કોબી ના પરાઠા ની stuffing તૈયાર કરી શકો છો.
સામગ્રી
દોઢ કપ + અડધો કપ લોટ
2 કપ પીસેલી કોબી
1 બટકું ઉકાળી ને છીણેલું અને પીસેલું
1/4 ચમચી જીરું
1 ડુંગળી બારીક કાપેલી
1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
1 લીલી મરચી કાપેલી
2 ચમચી ધાણા પાંદડા
1 ચમચી લીંબુ નો રસ
1/3 ચમચી ગરમ મસાલો પાવડર
એક ચપટી હળદર પાવડર
1/4 ચમચી લાલા મરચું પાવડર
5 ચમચી તેલ + તળવા માટે
2 ચમચી બટર
નમક સ્વાદ અનુસાર
રીત
કોબી ના પરાઠા બનાવવા માટે સૌથી પહેલા દોઢ કપ લોટ, 2 ચમચી તેલ અને નમક ને એક વાસણ માં મિક્ષ કરો. તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને લોટ ને સારી રીતે ગૂંથી લો. તેને કોઈ પણ વાસણ માં નીચે થોડું તેલ નાખી ને તેના ઉપર ગુથેલા લોટ ને રાખી દો અને 15 મિનિટ સુધી ઢાંકી ને છોડી દો.
બીજી બાજુએ આપણે stuffing તૈયાર કરીશું જેમના માટે એક પેન માં 2 ચમચી તેલ નાખીને ગરમ કરો. તેમાં થોડું જીરું નાખીને તડકો લગાવો અને બારીક કાપેલી ડુંગળી ને નાખીને તે ગોલ્ડન બ્રાઉન કલર આ આવે ત્યાં સુધી માધ્યમ આંચ પર શેકો.
હવે તેમાં લસણ આધુ ની પેસ્ટ અને લીલી મરચી કાપેલી મિક્ષ કરો અને 30 સેકન્ડ સુધી ચલાવતા શેકો. હવે નમક અને કોબી નાખો અને તે મિક્ષર માં ગરમ મસાલો, હળદર, લીંબુ રસ, લાલ મરચું પાવડર અને ધાણા ના પાંદડા નાખો અને તેને એક મિનિટ સુધી મિક્ષ કરો પછી તેમાં પીસેલું એક બટકું છે તેને મિક્ષ કરો. સારી રીતે મિક્ષ કરો અને આંચ ને બંધ કરી દો. આ મિક્ષર ને 6 બરાબર ભાગો માં વહેંચી લો.
ગુંથેલા લોટ માંથી 6 બરાબર બરાબર લોટ લો અને તેને ગોળ બોલ ના આકાર માં બનાવી લો. હવે અડધો કપ સુકેલો લોટ પરાઠા બનાવવા માટે લો. હવે એક એક કરીને લોટ ને પહેલા થોડું વણી લો અને તેમાં કોબી ની stuffing ભરી દો અને ચારે બાજુએ fold કરો જેમાં stuffing અંદર ચાલ્યું જશે. હવે તેને ફરીથી એક વાર ball ના શેપ આપી દો અને ગોળાકાર શેપ માં ગોળ પરાઠા ની સાઈઝ માં વણી લો.
હવે તાવ ને આંચ પર ચડાવો ગરમ થઇ જવા પર આંચ મધ્યમ કરી દો અને પરાઠા ને તવા ઉપર રાખો. તેને 30 સેકન્ડ સુધી સેકાઈ જવા પછી તેમાં થી પરપોટા નીકળવા લાગે તો પલટી લો અને બીજી બાજુ એ 30 સેકન્ડ સુધી શેકો. જયારે તે તમારા પંસદ ના ગોલ્ડન બ્રાઉન કલર માં આવી જાય તો તવા માંથી ઉતારી લો. આવીજ રીતે બાકીના પરાઠા ને શેકી લો.
હવે તૈયાર છે તમારા કોબી ના સ્વાદિષ્ટ પરાઠા. હવે તેને સર્વિંગ પ્લેટ માં રાખી દો અને ઉપર થી બટર લગાવી દો. તેને ગરમાગરમ ચટણી અથવા તો અથાણાં ની સાથે સર્વ કરો.