• બોલિવૂડમાં સૌથી ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને તમારા નામથી નહીં પરંતુ તમારા નજીકના નામથી ઓળખવામાં આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે. આ લિસ્ટમાં એક નામ શિલ્પા શેટ્ટી ની બહેન નું પણ સામેલ છે. શમિતા શેટ્ટી ને બોલીવુડ માં પગ રાખ્યા પછી એક લાંબો સમય વીતી ગયો છે. પરંતુ બોલિવૂડમાં તેમને એક એક્ટ્રેસ ના રૂપમાં નહીં પરંતુ શિલ્પા શેટ્ટી ની બહેન ના રૂપમાં ઓળખવામાં આવે છે.
  • શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ મોહબતે થી કરી હતી. શમિતા શેટ્ટી આજે પોતાનો 41 મો જન્મદિવસ મનાવી રહી છે. તમને જાણીને લગભગ હેરાની થશે કે શમિતા શેટ્ટી એ અત્યાર સુધી લગ્ન કર્યા નથી.

  • શમિતા શેટ્ટી નો જન્મ મેંગલુરું મા થયો હતો. તેમણે સેટ એનથોની ગર્લ્સ હાઇસ્કુલ માં થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો તેમણે મુંબઈના સિડેન કોલેજમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. ડિગ્રી મેળવ્યા પછી સ્મિતાએ મુંબઈમાં રહેલી કોલેજથી ફેશન ડિઝાઈનીંગ કોર્ષ કર્યો.
  • જ્યારે સમીતા દેશમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ને ત્યાં પોતાની ઇન્ટર્નશિપ કરી રહી હતી ત્યારે એક દિવસ મનીષ એ તેમને કહ્યું કે તારા અંદર અભિનયના ગુણ છે. તું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રાઈ કર. મોહબતે ફિલ્મોમાં અભિનય કર્યા પછી 2001માં સ્મિતાએ બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.

  • વર્ષ 2001માં જ શમિતા નું ગીત શરારા શરારા આવ્યું આવ્યું. લોકોએ આ ગીતને ખૂબ જ પસંદ કર્યું અને જોતજોતામાં જ સમીતા સ્ટાર બની ગઈ. વર્ષ 2005માં આવેલી ફિલ્મ જહેર માં પણ શમિતા શેટ્ટી ની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી. ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સાથે-સાથે સમીતા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માં પોતાનું નામ કમાઈ રહી હતી.

  • શમિતા એ મુંબઈમાં રોયલ્ટી નામ નું એક ક્લબ ડિઝાઇન કરેલું છે. તેમના સિવાય તેમણે ચંડીગઢમાં લોસિસ સ્પા ની ડિઝાઇન કર્યું. જેમના માટે તેમને ઇન્ટરનેશનલ લેવલ ઉપર સન્માનિત કરવામાં આવી. જયારે શમીતાને ફિલ્મોમાં સફળતા ન મળી ત્યારે તેમણે ટીવી તરફ જોયું. શમિતા શેટ્ટી બિગ બોસ, જલક દિખલાજા અને ખતરો કે ખિલાડી જેવા રિયાલીટી શોમાં કામ કર્યું. પરંતુ તેમાં પણ તેમને સફળતા ન મળી અને તે ધીમે ધીમે બોલિવૂડથી દૂર થઈ ગઈ.
  • જ્યારે શમિતાને હિંદી ફિલ્મોમાં સફળતા ન મળી ત્યારે તેમણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું. પોતાની ફિલ્મો ફ્લોપ ફિલ્મી કરિયર ના વિશે એક્વાર એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પોતાની પહેલી ફિલ્મ સફળ થયા પછી તેમણે ફિલ્મને પસંદ કરવા માં ભૂલ કરી દીધી. જેમના કારણે તે આજ સુધી પછતાઈ રહી છે. શમિતા કહેતી હતી કે તેમણે પોતાના બોલીવુડ કરિયર ના વિશે વધુ સિરિયસલી વિચારવા જેવું હતું. 
  • ઇન્ટરવ્યૂમાં શમિતાએ કહ્યું કે હું પણ એક ખૂબ જ સારી હીરોઈન બની શક્તિ હોત, પરંતુ થોડીક ફિલ્મોમાં કામ કર્યા પછી હું ખૂબ જ સિલેક્ટીવ થઈ ગઈ હતી. મને એ વાત તે સમયે ખબર ના પડી કે લોકો તમને ભૂલી જાય છે જો તમે દેખાતા નથી, આ વાતનો અહેસાસ મને થોડોક સમય વીત્યા પછી થયો કે મારે કામ કરતું રહેવું જોઈએ। એ જ ઇન્ડસ્ટ્રી નો નિયમ છે.