આદિત્ય નારાયણ ની સાથે જોવા મળી નેહા કક્કર ની શાનદાર કેમેસ્ટ્રી, ગોવા બીચ માં ભાઈ ટોની નો મળ્યો સાથ
February 05, 2020
સિંગર નેહા કક્કડ છેલ્લા થોડા સમય થી લગાતાર ચર્ચા માં બનેલી છે. તેમની પાછળ નું સૌથી મોટું કારણ એ છે કે દિગ્ગ્જ ગાયક ઉદિત નારાયણ ના દીકરા આદિત્ય નારાયણ. હાલ હમણાં ઘણી એવી ખબર સામે આવી છે કે જલ્દી નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણ ના લગ્ન થવા જઈ રહ્યા છે.
એવામાં એકવાર ફરી નેહા કક્ક્ડ અને આદિત્ય ની થોડી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તસવીરો માં નેહા કક્ક્ડ ની સાથે ફક્ત આદિત્ય નહિ પરંતુ નેહા ના ભાઈ ટોની કક્ક્ડ પણ નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી તસ્વીર ગોવા બીચ ની છે.
એક બાજુ જ્યાં બધાજ લોકો નેહા અને આદિત્ય ના લગ્ન ને લઈને વાત કરી રહ્યા છે તો બીજી બાજુએ આ તસવીરો અને તેમના કેપશન ને જોઈને એવું લાગી રહ્યું છે કે આ કોઈ વિડીયો શુંટ પછી ની તસ્વીર છે. નેહા કક્ક્ડ એ તસ્વીરો ને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતા લખ્યું છે '#ગોવાબીચ, દસ ફેબ્રુઆરી એ થશે રિલીઝ.
કહી દઈએ કે આ તસવીરો ના સિવાય હાલ માજ સોની ટીવી એ નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં આદિત્ય નારાયણ અને નેહા કક્ક્ડ સ્ટેજ પર 'કાટે નહિ કાટતે દિન એ રાત' પર રોમેન્ટિક ડાન્સ અંદાજ માં ડાન્સ કરી રહ્યા છે. વિડીયો માં ડાન્સ-ડાન્સ કરતા આદિત્ય નેહા ને ખોળા માં ઉઠાવી લે છે અને પોતાના પ્રેમ નો ઇજહાર કરતા નજરે આવે છે.
નેહા અને આદિત્ય નો પ્રેમ જોઈને સ્ટેજ પર રહેલ કાર્તિક કહે છે કે 'આદિત્ય મારે તમને શુભકામના આપવી છે. 14 ફેબ્રુઆરી એ તમારા લગ્ન છે. કાર્તિક ની શુભકામના સાંભળી ને આદિત્ય અને નેહા શરમાઈ જાય છે. કહી દઈએ કે શો માં કાર્તિક અને સારા પોતાની આવનારી ફિલ્મ 'લવ આજકલ-2' ના પ્રમોશન માટે પહોંચ્યા હતા.