અભિષેકના બર્થડે ઉપર જુઓ તેમના પરિવારની ન જોયેલી તસવીરો



  • અભિષેક બચ્ચન નો 5 ફેબ્રુઆરીએ જન્મદિવસ હોય છે. તે 44 વર્ષના થઈ ચૂક્યા છે અભિષેક ના બોલિવૂડમાં 20 વર્ષ થઈ ચૂક્યાં છે. વર્ષ 2000માં ફિલ્મ રિફ્યુજી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ થયા હતા. બંટી ઔર બબલી, ગુરુ, ધુમ-1, યુવા અને પા સહિત ઘણી ફિલ્મોમાં છે.

  • જેમાં તેમના કામને ખુબ જ વખાણવામાં આવ્યા છે. આવનારા દિવસો માં તે ફિલ્મ બોબ વિશ્વાસ, અને ધ બીગ બૂલ ફિલ્મો માં નજર આવશે. અભિષેક ને તેમના તમામ ફેન્સ એ જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. પત્ની એશ્વર્યા રાય તેમને બર્થડે સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી છે અને શુભકામનાઓ આપી હતી.

  • ભાઈ અભિષેકના બર્થડે ઉપર બહેન શ્વેતા એ પણ ખૂબ જ સારી તસવીર શેર કરી છે. આ તસવીર ખુબ જ મજેદાર છે. અહીં શ્વેતા અભિષેક પાસેથી સાઈકલ છીનવી રહી છે અને જુનિયર બચ્ચન રોઈ રહ્યા છે.

  • બિગ બી આ દિવસોમાં પોતાના બાળકોના ફોટા શેર કરતા રહે છે. તેમણે વોલ ઉપર શ્વેતા અને અભિષેક બચ્ચન તસવીર નજર આવે છે. આ તસવીરમાં અભિષેક બચ્ચન સ્વેતા ની સાથે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. બીગ બી એ પિક્ચર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

  • આ તસવીરમાં પિતા અમિતાભ અભિષેક ને ચલાવતા શીખી રહ્યા છે.

  • આ ત્યારની તસવીર છે જ્યારે અભિષેક નો જન્મ થયો હતો અને પહેલી વાર તેમને હોસ્પિટલથી ઘરે પગ રાખ્યો હતો.

  • આ તસવીરમાં અભિષેક અને શ્વેતા બંને પિતાના ખોળામાં છે. અભિષેક શ્વેતા પાસેથી તેમની ઢીંગલી છીનવી રહ્યાં છે.

  • બચ્ચન પરિવારની આ તસવીર ખૂબ જ સુંદર છે બીગ બી અને જયા બંને હસતા નજર આવી રહ્યા છે.

  • પિતા અમિતાભના ખોળામાં રમી રહ્યા અભિષેકની આ તસવીર પણ ખુબજ સુંદર છે. નાના અભિષેક ખૂબ જ ક્યુટ દેખાઈ રહ્યા છે.