આ પ્રાણીઓને ખવડાવો ભોજન ઘરમાં નહીં થાય ધનની ઉણપ, થશે મનોકામના પૂરી



  • જીવનમાં કોઈપણ મુશ્કેલી આવવા પર આ મુશ્કેલીઓનું સમાધાન જરૂરથી કરવું જોઈએ. તેમના વિશે ઘણા બધા ઉપાયો કહેવામાં આવ્યા છે અને ઉપાયો કરવાથી મુશ્કેલીઓ સંપૂર્ણ રીતે પૂરી થઈ જતી હોય છે. ઉપાયોના અનુસાર જાનવરોની સેવા કરવાથી અને તેમને ભોજન કરાવવાથી ઘણી સમસ્યાઓનો ઉપાય નીકળી શકે છે. તો ચાલો જાણીએ કયા જાનવરોને ભોજન કરાવવાથી કઈ મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે.
  • ગાયને ખવડાવો રોટલી
  • આપણા ગ્રંથોમાં ગાયને પૂજનીય કહેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગાય ની અંદર ઘણા બધા દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ગાયની સેવા કરવાથી પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને જીવન સફળ થઈ જાય છે એટલું જ નહીં ગાય સેવા કરવાથી કુંડળીના દોષો પણ દૂર થઇ જાય છે. જે લોકોના ઘરમાં તણાવનો માહોલ બનેલો રહેતો હોય તે લોકો ગાયને ગોળ અને રોટલી ખવડાવી શકે છે. ગોળ ને રોટલી ખવડાવવાથી ઘરમાં શાંતિ બનેલી રહે છે અને કલેશ દૂર થાય છે.

  • તેમના સિવાય ગાયને ઘાસ ખવડાવવાથી કુંડળીના દોષો સંપૂર્ણ રીતે દૂર થાય છે અને ગ્રહ શાંત બને છે એટલું જ નહીં લોકો ગાયની પૂજા કરે છે. તેમના ઘરમાં ક્યારેય પણ ધનની ઉણપ રહેતી નથી અને માતા લક્ષ્મીનું હંમેશા માટે ઘરમાં વાસ રહે છે.
  • પક્ષીઓને નાખો અનાજ

  • પક્ષીઓને અનાજ નાખવું સારું માનવામાં આવે છે અને આવું કરવાથી ઘણા પ્રકારના લાભ પણ મળે છે. જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ હોય છે તે લોકોએ કાગડા ને તેલ વાળી રોટલી નાખવી જોઈએ. કાગડાને તેલ વાળી રોટલી નાખવાથી શનિ ગ્રહ શાંત થઈ જાય છે. તેમના સિવાય પક્ષીઓને દાણા નાંખવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને સેહત પણ સારી બનેલી રહે છે. જ્યારે કબૂતર ને ચણ નાખવાથી જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે.
  • માછલીઓને નાખો લોટ

  • માછલીઓને લોટની ગોળીઓ નાખવાથી બધા જ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે. તેમના સિવાય બુધ ગ્રહ હોય તો માછલીઓને લોટની ગોળીઓ જરૂરથી નાખવી જોઇએ જેનાથી ગ્રહ શાંત થાય છે અને કોઈપણ પ્રકારના પ્રકોપ થી રક્ષણ મળે.
  • કૂતરાને ખવડાવવો રોટલી
  • કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ, કેતુ અને રાહુ ગ્રહ શાંત થાય છે એટલા માટે જે જાતકોની કુંડળીમાં આ ત્રણ ગ્રહો ભારે હોય તો તે લોકો કાળા કૂતરાને શનિવારના દિવસે તેલ મા તળેલી રોટલી અથવા તો પૂરી ખવડાવી શકે છે. એવું માનવામાં આવે છે જો તમે તમારા હાથેથી રોટલી નાખો છો તો રોટલી કુતરા ખાઈ લે તો આ ગ્રહોના દોષ ખતમ થઇ જાય છે.
  • કીડીઓને ખવડાવો લોટ
  • કીડીઓને લોટ નાખવાથી કુંડળીમાં ગ્રહ શાંત બને છે અને સેહત પણ ખૂબ જ સારી રહે છે એટલા માટે રોજ સવારે અને સાંજે કીડીઓને લોટ જરૂરથી નાખવો જોઈએ. આવું કરવાથી તમારી મનોકામના પણ પૂર્ણ થઈ જાય છે.