સુપરસ્ટાર રામ ચરણ એ પોતાના ફેન્સ ના પરિવાર માટે કર્યું આવું નેક કામ, જાણીને તમે પણ વખાણ કરશો



  • બૉલીવુડ સ્ટાર થી લઈને સાઉથના સુપરસ્ટાર સહિત બધા જ એકટર ની જિંદગી માં તેમના ફેન્સ ની એક ખાસ જગ્યા હોય છે. બધા જ એક્ટર પોતાના ફેન્સ ના પ્રેમ અને સન્માન થી એક મોટો સુપરસ્ટાર બને છે. ઘણીવાર જોવા મળે છે કે ફેન્સ પોતાના પસંદગીના સ્ટાર માટે કોઇપણ હદ સુધી ચાલ્યા જતા હોય છે પરંતુ એવું ક્યારેક જોવા મળે છે કે જ્યારે સેલિબ્રિટી પોતાના ફેન્સ માટે કંઈક કરે. જી હા, ઘણા ઓછા લોકો એવા હોય છે જે સેલિબ્રિટી હોય છે જે પોતાના ફેન્સ માટે કંઈક એવું કરે છે કે તેમને પૂરી દુનિયા સલામ કરે છે.

  • આજે આપણે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર એક્ટર રામચરણ ની જેમણે પોતાના એક ફેન્સ ના પરિવાર માટે ખૂબ જ અનેક કામ કર્યું છે. નૂર મોહમ્મદ નામના શખ્સ સાઉથના સુપરસ્ટાર રામચરણ, ચિરંજીવી અને અલ્લુ અર્જુન ના ખુબજ મોટા ફેન્સ હતા. જેમનું ગયા વર્ષે 8 ડિસેમ્બર એ નિધન થઈ ગયું અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા સેલિબ્રિટી ના સોશિયલ મીડિયા ઉપર આ ફેન્સ ના નિધન પર શોક જતાવ્યો. ત્યાં જ રામચરણ અને અલ્લુ અર્જુન એ નૂરમોહમ્મદ ના પરિવારની આર્થિક મદદ કરવા નો નિર્ણય લીધો હતો. હવે એક્ટર રામચરણ એ પોતાનો નિર્ણય પૂરો કર્યો અને નૂર મોહમ્મદ ના પરિવારને મળીને તેમની મદદ કરી.

  • રામચરણ એ નુર ના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને 10 લાખનો ચેક આપ્યો. તેમની સાથે જ તેમણે આ દુઃખના સમયમાં તેમની જરૂરિયાત પ્રમાણેની મદદ કરવાનો નિર્ણય લીધો. રામચરણ એ તેમના પરિવારની સાથે સમય વિતાવ્યો અને તેમની આ તસવીર સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે અને ફેન્સ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

  • કહી દઈએ કે નૂર ભાઈ ને હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલમાં તેમના ઇલાજનો ખર્ચ ચિરંજીવીએ કર્યો હતો. સાથે દક્ષિણ ભારતીય ફિલ્મો થી બીજા મેગાસ્ટાર પણ મદદ માટે આગળ આવ્યા હતા. પરંતુ બધી જ કોશિશો કરવા છતાં પણ નૂર ભાઈ નું નિધન થઈ ગયું હતું અને ત્યારબાદ તો ટોલીવુડના ઘણા સિતારાઓ તેમના ઉપર દુઃખ જતાવ્યું હતું.

  • રામચરણ એ તેમને હાલમાં જ મળેલા એક એવોર્ડ ને પણ નુર ભાઈ ને ડેડિકેટ કર્યો હતો. જ્યાં સુધી પ્રોફેશનલ ફ્રન્ટ ની વાત કરવામાં આવે તો રામચરણ આ દિવસોમાં એસએસ રાજમૌલી ની આવનારી ફિલ્મ RRR માં વ્યસ્ત છે જેમાં જુનિયર એનટીઆર પણ નજર આવશે.