શું તમે ઓળખો છો રેખા સાથે રહેલી આ મહિલા ને? જાણો કોણ છે આ ખાસ મહિલા.



  • દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રી રેખા હાલમાં જ અરમાન જૈન અને અનીસાના રિસેપ્શમાં એજ ઠાઠ માઠ સાથે જોવા મળી હતી. બોલિવૂડની એવરગ્રીન બ્યુટી રેખા આ અવસરે તેના અંદાજ પ્રમાણે ખાસ સજી ધજીને આવી હતી. જો કે લોકોનું ધ્યાન તો રહ્યું તેમની સાથે આવેલ ગેસ્ટ સાથે.

  • આ ગેસ્ટ બીજુ કોઈ નહી રેખાની સગી બહેન રાધા છે. રાધા સાથે રેખાની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રેખા એક અલગ અંદાજમાં જોવા મળે છે.

  • રેખાએ જ્યાં સોનેરી કલરની સાડી પહેરી છે ત્યાં રાધાએ ગ્રીન એન્ડ ગોલ્ડન આઉટફીટ પહેર્યુ છે. રેખાએ પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માથા પર ગજરો લગાવ્યો છે જેનાથી તે વધારે આકર્ષક લાગે છે.

  • રેખાને એક સગી બહેન અને 5 સાવકી બહેનો છે દરેક પોતપોતાના ક્ષેત્રમાં ખુબજ સફળ છે. રેખા તમિલ સુપરસ્ટાર જેમિની ગણેશનની પુત્રી છે. રેખાનો જ્યારે જન્મ થયો ત્યારે તેની માતાના લગ્ન થયા ન હતા. રેખાની બહેન કૃષ્ણા એક કલાકાર છે અને ખુબજ લોકપ્રિય છે.