એક માતા ની જીવન સંઘર્ષ ની કહાની, કેન્સર ને માત આપી દીકરી ને બનાવી દુનિયા ની સ્ટાર


  • જો કંઈક કરી દેખાડવાં ની હિમ્મત હોય તો, બધીજ મુશ્કેલીઓ રસ્તા પર થી હટી જાય છે. આંતરાષ્ટ્રીય પહેલવાન વિનેશ ફોગાટ આજે દુનિયાની સ્ટાર પહેલવાન છે, પરંતુ તેમની પાછળ તેમની માતાનું ખુબજ મોટું યોગદાન છે.

  • પ્રેમલતા ફોગાટ ની કહાની એક સંઘર્ષ ની મિશાલ છે. તેમને કેન્સર ને માત આપી ને દીકરી વિનેશ ને અનોખું મુકામ સુધી પહોંચાડી છે. પ્રેમલતા નું નામ તે બહાદુર મહિલાઓ માં છે જે બીજા માટે પ્રેરણા રૂપ બની ગઈ છે.
  • તો ચાલો જાણીએ વિનેશ અને તેમની માતા પ્રેમલતા ના સંઘર્ષ અને મુશ્કેલીઓ ની કહાની. ચરખી દાદરી જિલ્લા ગામ બલાલી નિવાસી ને પ્રેમલતા ને 2003 માં શારીરિક તકલીફ થઇ. ચિકિત્સક ની જાંચ માં ખબર પડી કે તેમને કેન્સર છે. તેનાથી પ્રેમલતા અને તેમના પરિવાર માં ઘણીજ ચિંતા થઇ પરંતુ તે દુઃખો ની શરૂવાત હતી.

  • કેન્સર ની ખબર પડતા ના ત્રણ દિવસ માં રોડવેજ વિભાગ માં ચાલક પ્રેમલતા ના પતિ રાજપાલ ફોગાટ ની મૃત્યુ થઇ ગઈ. તે તેમના પરિવાર ને સંપૂર્ણ રીતે તોડી નાખે તેવી ઘટના હતી. કેન્સર અને પતિ ના મૃત્યુ ના પ્રેમલતા ને સંપૂર્ણ રીતે ચકનાચૂર કરી નાખ્યા. તે સમયે તેમની ઉમર ફક્ત 33 વર્ષ ની હતી.
  • પરિવાર ની નાવ મજધાર માં હતી. એવામાં પ્રેમલતા નો જાજબો જાગ્યો અને તેમને પોતાના ત્રણ દીકરાઓ નું જીવન સંવારવા માટે કેન્સર સાથે જંગ લાડવાનો નિશ્ચય કરી લીધો. પતિ ના મૃત્યુ ના એક મહિના પછી રાજસ્થાન ના જોધપુર માં ઓપરેશન કરાવીને તેમને બાળક ની કોથળી ને કઢાવી નાખી.

  • પ્રેમલતા કહે છે કે પતિ ના મૃત્યુ ના સમયે તેમનો પુત્ર હરવીન્દ્ર દસમું, દીકરી પ્રિયંકા સાતમું અને સૌથી નાની દીકરી વિનેશ ચોથું ધોરણ ભણી રહી હતી. કેન્સર થી ઓપરેશન ના સમય ચિકિત્સકો એ મને કહ્યું કે તે ફક્ત પાંચ થી છ વર્ષ જીવી શકશે. પરંતુ મેં બાળકો ને મોટા કર્યા વગર નહિ મારવાનો નિશ્ચય કરી લીધો હતો.
  • પ્રેમલતા કહે છે કે ચિકિત્સકો ની સલાહ ના ખાનપાન માં બદલાવ લાવીને, રોજે ઘરનું કામ કરીને પોતાને તંદુરસ્ત રાખી. આજે કેન્સર ના ઓપરેશન ના લગભગ 17 વર્ષ પછી પણ તે સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. પ્રેમલતા નું કહેવું છે કે તેમને ક્યારેય પણ બાળકો ને નિરાશ નો ભાવ આવવા દીધો નથી. ખુદ એ પણ સકારાત્મક વિચારધારા રાખી.
  • વિનેશ ની સફળતા માં વિશેષ ભૂમિકા
  • હંમેશા વિજેતા ખેલાડી ની ઉપલબ્ધી નો શ્રેય પિતા અથવા તો કોચ નો આપેલો હોય છે, પરંતુ વિનેશ ના વિષે માં એવું કહેવું ખુબજ ખરાબ રહેશે. વિનેશ ની સફળતા ની પાછળ તેમની માં પ્રેમલતા ની ભૂમિકા સૌથી અહમ છે. પ્રેમલતા એ પતિ ની અસમય મૃત્યુ અને ખુદ ને કેન્સર જેવી ગંભીર બીમારી હોવા છતાં પણ વિનેશ ને એ મુકામ સુધી પહોંચાડી.