જ્યારે સલમાન ખાન પાસે 1.25 રૂપિયા પણ હતા નહીં, ત્યારે વૃદ્ધ સાયકલ મેકેનિક એ આ રીતે કરી હતી મદદ



  • બોલિવૂડમાં સિતારા પોતાના ઈન્ટરવ્યુમાં એવા એવા કિસ્સા શેર કરે છે જેને સાંભળીને સિનેમા પ્રેમી હેરાન રહી જાય છે બોલીવૂડના દબંગ સલમાન ખાન પણ પોતાની ખૂબ જ સારી વાતો કહેતા રહે છે. જે તેમના ફેન્સ ઘણા ધ્યાનથી સાંભળે પણ છે.

  • ભાઈજાન એ હાલમાં જ એક કિસ્સો શેર કર્યો છે. જે તેમના બાળપણ નો સોનેરી કિસ્સો છે. સલમાન ખાન આજે કરોડો રૂપિયા કમાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમની પાસે સાઈકલ મિકેનિક ને આપવા માટે 1.25 રૂપિયા પણ ન હતા. આ વાતનો ખુલાસો ખુદ સલમાન ખાને એક કાર્યક્રમ દરમિયાન કર્યો છે.
  • બોલિવુડના દબંગ સલમાન ખાન આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર છે અને એક ફિલ્મના તે કરોડો રૂપિયા ફીઝ લે છે. પરંતુ સુલતાને કહ્યું કે એક સમય એવો હતો જ્યારે સાઈકલ મિકેનિક ને આપવા માટે સવા રૂપિયો પણ તેમની પાસે ન હતો. હાલમાં જ સલમાને તેમના બાળપણ નો એક મજેદાર કિસ્સો શેર કર્યો છે. સલમાન ખાને કહ્યું છે કે એક સાઇકલ મિકેનિકને રૂપિયા આપતા તે ભૂલી ગયા હતા. તમને કહી દઈએ કે હાલમાં જ મુંબઈ પોલીસ વેલ્ફેર ફંડ ઇનીશિયેતિવઇવેન્ટ "ઉમંગ" માં સલમાન ખાને કોમેડિયન કપિલ શર્મા ને કહ્યું હતું કઈ રીતે એક મિકેનિક ને સવા રૂપિયો આપી શક્યા ન હતા.

  • એટલું જ નહીં સલમાન ખાન ને તેમના ઉધાર વિશે ત્યારે ખબર પડી જયારે તે તેની પાસે પોતાની સાઇકલ ને સારી કરાવવા માટે ગયા હતા. સલમાન ખાને કહ્યું કે મેં શોર્ટ્સ પહેરેલા હતા અને તે સમયે મારી પાસે પૈસા પણ ન હતા. ત્યારે મેં તેમને કહ્યું કે કાકા મારી સાયકલ સારી કરી દો, હું પૈસા પછી આપી દઈશ. ત્યારે તેમણે કહ્યું કે તું બાળપણમાં પણ આવું જ કરતો હતો. તે એકવાર ઘણા સમય પહેલા સાઇકલ સારી કરાવી હતી અને આજ સુધી તે તેના પૈસા નથી આપ્યા. ત્યારે મને તે વાત ઉપર ઘણી શરમ આવી ગઈ. તેમની સાથે સલમાને પણ એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તે તે મિકેનિક ને પૈસા આપવા માટે ગયા ત્યારે તે વૃદ્ધ કાકાએ પૈસા લેવા માટે ના કહી દીધી હતી.

  • સલમાનખાનના વર્કની વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ દબંગ ડિસેમ્બર 2019માં રિલીઝ થઈ છે. તે ફિલ્મ ખાસ કમાલ દેખાડી શકી નહીં. સલમાન ખાનની આવનારી ફિલ્મ 'રાધે' છે જે આ વર્ષે રિલીઝ થશે અને તેમની શૂટિંગ આ દિવસોમાં કરી રહ્યા છે જેમના ચાલતા તે ખૂબ જ વ્યસ્ત છે. સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ બીબી હોતો એસી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ અહીં તેમને ખાસ ઓળખાણ મળી શકે નહીં.
  • ત્યારબાદ સલમાને પોતાના દોસ્ત સુરજ ની ફિલ્મમાં મેને પ્યાર કિયા માં કામ કર્યું અને તે બ્લોક બસ્ટર સાબિત થઈ. ત્યારબાદ સલમાને સાજન, હમ આપકે હે કોન, પ્યાર કીયા તો ડરના ક્યા, દુલ્હન હમ લે જાયેંગે, બીબી નંબર વન. વોનટેડ, દબંગ, બોડીગાર્ડ, એક થા ટાઈગર, બજરંગી ભાઈજાન, ટાઈગર જિંદા હૈ, દબંગ ટુ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સલમાનની ફેમસ ફિલ્મ દબંગ-૩ પણ સારું પ્રદર્શન કરી શકી નહીં. પરંતુ સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ રાધે થી ઘણી ઉમ્મીદ હશે. હવે એ જોવાનું રહેશે કે પાછળની ઘણી ફિલ્મો ફ્લોપ થયા પછી સલમાન કઈ રીતે પાછા ફરે છે.