સારું થયું મારા માતા-પિતા નો તલાક થઈ ગયો, જાણો આવું સારા અલી ખાન એ શા માટે કહ્યું



  • સારા અલી ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ લવ આજ કલ ને લઈને ચર્ચામાં બનેલી છે. આ ફિલ્મમાં સારા ના અપોજિટ કાર્તિક આર્યન જોવા મળશે. કેદારનાથ અને સિમ્બા પછી તે સારાની બોલિવૂડમાં ત્રીજી ફિલ્મ છે. લવ આજકાલના પ્રમોશનમાં લાગેલી સારા આ દિવસોમાં ઘણા લોકોને ઇન્ટરવ્યૂ દેવા માં લાગેલી છે. એવું જ એક ઇન્ટરવ્યૂ સારા એ હાલમાં જ નવભારત ટાઈમ્સ ને આપ્યું હતો. આ દરમિયાન સારા એ પોતાની પર્સનલ લાઇફ અને પરિવાર સાથે સંબંધિત ઘણી વાત ના રાજ ખોલિયા છે.

  • 12 ઓગસ્ટ 1995 મા જન્મેલી સારા સેફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી છે. અમૃતા અને સેફ ના લગ્ન પછી બે બાળકો થયા હતા. જેમાં સારા મોટી છે જ્યારે તેમનો ભાઇ ઈબ્રાહીમ તેમના કરતાં નાનો છે. સૈફ અને અમૃતા ના લગ્ન થોડાક વર્ષો પછી તૂટી ગયા હતા. એવામાં બંને એ તલાક લઈ લીધો હતો અને બાળકોને અમૃતાની સાથે રહેવા લાગ્યા હતા.
  • જ્યારે ઇન્ટરવ્યૂમાં સારાને પૂછવામાં આવ્યું કે માતા અને પિતા માંથી તમે કોનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છો ત્યારે તેમનો જવાબ ખૂબ જ રોચક હતો સારા એ કહ્યું હતું કે 'જોઈએ તો હું પોતાના પિતા ને ખુબ જ પસંદ કરું છું પરંતુ જવાબમાં હું માતાનું નામ લઈશ તે એક સિંગલ પેરેન્ટ હતી અને હું તેમની સાથે રહેતી હતી. તેવામાં માતાએ મને સૌથી વધુ પ્રભાવિત અને પ્રેરિત કરી છે. તે મારી માતા જ નહીં પરંતુ મારી તાકાત, જિંદગી અને દોસ્ત બધું જ છે.

  • ત્યારબાદ સારાને પૂછવામાં આવ્યું કે તમને એ વાતનું દુઃખ થાય છે કે તમારા માતા પિતા અલગ થઈ ગયા જો કે સાથે રહેતા હોય તો તમારી લાઈફ કંઈક અલગ જ હોત અને તેના ઉપર સારા એ હેરાન કરી દે તેઓ જવાબ આપ્યો. સારા એ કહ્યું કે 'હું ભગવાનનો ધન્યવાદ કરું છું કે મારા માતા-પિતા સાથે નથી. મને લાગે છે કે જો તે બંને એકબીજાની સાથે રહેતા હોત અને પસંદ કરતા ન હોત તો સાથે રહેવું ના જોઈએ. લોકો હંમેશા કહે છે કે અમે એકબીજાને પસંદ નથી કરતા પરંતુ પોતાના બાળકો માટે અમે સાથે છીએ. આવો વિચાર મારા સમજની બહાર છે. જો તમે એકબીજાની સાથે ખુશ નથી તો તમે બાળકોને ખુશ કઈ રીતે રાખી શકવાના. તે હવાઈ યાત્રામાં કહે છે ને કે પોતાનું માસ્ક પહેરી લો અને પછી બીજાને હેલ્પ કરો. જો તમે પોતેજ ગૂંગળાઈ ને જીવી રહ્યા હોય તો પોતાના બાળકોને માસ્ક કઈ રીતે લગાવવાનાં. આજે મારા ઘરમાં ગૂંગળામણ નહીં પરંતુ ખુશહાલી છે અને હું ખૂબ જ ખુશ છું.'
  • જોઈએ તો સારા ની આ વાતમાં દમ તો જરૂર છે જો પતિ-પત્ની એકબીજાને પસંદ ના કરતા હોય અને છતાં પણ તે સાથે એક જ છત નીચે રહેતા હોય તો ત્યાં નેગેટિવ લડાઈ-ઝઘડો અને ગૂંગળામણ જેવો જ માહોલ હોય છે. એવામાં માહોલમાં બાળકોની દેખરેખ કરવી ઉચિત નથી. સારાની આ સમજદારી ભરેલી વાતો ના કારણથી લોકો તેમને પસંદ કરે છે. વર્ક ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો લવ આજ કલ પછી સારા કુલી નંબર વન ના સિક્વલમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન નજર આવશે. આ ફિલ્મ ને ડેવિડ ધવન ડાયરેક્ટ કરી રહ્યા છે.