પેરિસ ને દુનિયાનું સૌથી રોમેન્ટિક શહેર માનવામાં આવે છે. વધુ છોકરીઓ નું ડ્રિમ હોય છે કે તેમનો પ્રેમી પેરીસ લઈ જઈને તેમને પ્રપોઝ કરે. જોવા જઈએ તો એફિલટાવર ના ઠીક સામે પોતાના પ્રેમી અથવા તો પ્રેમિકા ને પ્રપોઝ કરવું એક સપના જેવું હોય છે.
પરંતુ થોડાક લોકો પોતાના આ સપનાને પૂરું કરતા હોય છે. ન્યૂયોર્કના એક ભારતીય મૂળના છોકરાએ આવું જ કર્યું તેમણે ઍફીલ ટાવરના ટ્રોકા ડેરો ગાર્ડનમાં પોતાની પ્રેમિકાને પ્રપોઝ કર્યું. બિલકુલ ફિલ્મી સ્ટાઇલમાં જે રીતે તેમણે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું તે શાહરુખ ખાન ની કોઈ રોમેન્ટિક ફિલ્મના સીન ની જેમ જ. શાહરૂખ ખાનના ફિલ્મ જીરો ના ગીત ઉપર તેમણે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું.
શ્યામ શાહ અને શિવાની બાફના છેલ્લા દોઢ વર્ષથી સાથે હતા. શ્યામ ન્યૂયોર્કમાં હતા ત્યારે તેમની પ્રેમિકા મુંબઈમાં કામ કરી રહી હતી. તેમણે છેલ્લી વાર જુલાઈ 2019 માં એકબીજાને જોયા હતા. શાહ બીલકુલ શાહરુખના અંદાજમાં ગર્લફ્રેન્ડ ને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તેમના રોમાન્સનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
શ્યામે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો પૂરો વિડીયો રેકોર્ડીંગ કરાવ્યો. પહેલા પોતાની પ્રેમિકાને પેરીસ બોલાવી અને હવાઈ અડ્ડા ઉપર તેમને એક લિમોઝીન મા પિક કરાવી. ગર્લફ્રેન્ડ હોટલના રૂમમાં શાનદાર લાલ ગાઉન રાખ્યું તૈયાર થઈને ગર્લફ્રેન્ડ શિવાની એફિલટાવર પહોંચી અને પછી શ્યામ શાહરુખના અંદાજમાં તેમને પ્રપોઝ કરતા નજર આવ્યા.
પોતાના દોસ્તોની સાથે તે શિવાની ના માતા પિતા પાસે તેમનો હાથ માંગે છે. પછી તે ફિલ્મ ઝીરોમાં શાહરુખ ખાન ના ગીત ઉપર તેમના અંદાજમાં ડાન્સ કરતા નજર આવે છે. ઍફીલ ટાવરના નજીક સેંકડો લોકો આ નઝારા ને જોઈ રહ્યા હોય છે. આ બધું જોઇને શિવાની ને આંખોમાં આંસુ આવી જાય છે.