અમિતાભ એ શેયર કરી બ્રહસ્ત્ર ના સેટ થી તસવીરો, રણવીર કપૂર માટે કહી આ વાતો



  • બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ હંમેશા તેમની તસવીરો શેર કરે છે. હાલ માં એવું માનીએ તો અમિતાભ બચ્ચન માટે રણબીર તેમના પ્રિય એક્ટર માંથી એક છે. મેગાસ્ટરે રણબીર પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે, સેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર તેમણે કરી છે.
  • તેમના કહેવા મુજબ, તેઓ સવારે 6 વાગ્યાથી ઉઠે છે અને તેની સાથે કામ કરવાનું શરૂ કરે છે. એક તસવીરમાં રણબીર બે ખુરશી પર બેઠા છે, જ્યારે બિગ બી સાથે મળીને ચાર ખુરશી પર બેઠા જોવા મળે છે. બિગ બીએ ટ્વીટમાં લખ્યું છે કે, "વહેલી સવારે કામ શરૂ થાય છે. વહેલી સવારે 6 વાગ્યે ... રિહર્સલ, બ્લોકીંગ અને ત્યારબાદ તેના એક ફેવરિટ સાથે શૂટિંગ શરુ થાય છે.

  • તેની જબરદસ્ત પ્રતિભાને મેચ કરવા માટે મને ચાર ખુરશીઓની જરૂર છે. "તેણે રણબીર સાથે તેની તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેની પ્રતિભાના વખાણમાં આ જ શબ્દો લખ્યા છે. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.
  • આ ફિલ્મ ડિસેમ્બરની શરૂઆતમાં રિલીઝ થવાની છે, જેની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર, ટીઝર પોસ્ટર હજી રિલીઝ થયું નથી અને લોગો બહાર પાડવામાં આવ્યો છે. ટ્રેલર અને ટીઝર રિલીઝ થવાનો હજી સમય બાકી છે પરંતુ ચાહકોને ખુશ કરવા આ સમય દરમિયાન અમિતાભ બચ્ચને ફિલ્મના સેટ પરથી 4 તસવીરોનો કોલાજ શેર કર્યો છે.

  • ફિલ્મની ઝલક હજી બહાર આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ગ્રાફિક્સનો ઉપયોગ તેજસ્વી રીતે કરવામાં આવી રહ્યો છે. ઘણા ભાગોમાં બનેલી આ ફિલ્મનો પહેલો ભાગ ડિસેમ્બરમાં રિલીઝ થશે.