તાપસી પન્નૂ શેર કરી પોતાના ઘરની તસવીર હાલમાં જ ખરીદેલો છે ત્રણ બેડરૂમનો આ ફ્લેટ
February 14, 2020
તાપસી પન્નુ પોતાની ફિલ્મ ને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેમની ફિલ્મ શાબાશ, મિઠ્ઠું અને થપ્પડ ની ખૂબ ચર્ચા છે. તાપસી ની આ બંને ફિલ્મ મહિલા પ્રધાન છે અને ફિલ્મ માટે લીડ રોલમાં છે.
તાપસી બોલિવૂડમાં ખુબજ સારી ઓળખાણ બનાવી ચૂકી છે. મન મરજીયા, બદલા, પિંક, નામ સબાના, જુડવા ટુ, મિઓશન મંગલ, ગેમ ઓવર સાંડ કી આંખ અને બેબી જેવી ફિલ્મોમાં તેમના કામને ખુબ જ વખાણવામાં આવ્યું છે. તેમનું કરિયર ચાલી નીકળ્યું તો તેમને વર્ષ 2019માં ખુદને મુંબઈ ના એક શાનદાર અપાર્ટમેન્ટમાં ત્રણ બેડરૂમ નું ગિફ્ટ કર્યું.
તેમણે પોતાના ઘરને યુરોપિયન અંદાજમાં સજાવેલા છે. તાપસી એ પોતાના ઘરની એ ખૂબસૂરત તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. તાપસી નુ ઘર મુંબઈના એક પોશ અપાર્ટમેન્ટમાં છે.
તાપસી એ ઘર તેજ એપાર્ટમેન્ટમાં ખરીદેલું છે જે બિલ્ડીંગમાં પહેલા તે રહેતી હતી. જ્યારે તાપસી ને ખબર પડી કે તેમની સોસાયટીમાં એક વધુ અપારમેન્ટ સેલ થઈ રહ્યું છે ત્યારે તેમણે તરત જ ખરીદી લીધું. ઘરના ડેકોરેશનમાં તેમણે ખુદ રુચી લીધી અને એક એક ખૂણો ઈન્ટીરીયર ડિઝાઇનની મદદથી સજાવેલો છે.
તાપસી ના ઘર માં યુરોપીયન થી લાવેલી ઘરની સજાવટનો સામાન છે. તેમના ઘરમાં ફર્નિચર, પડદા અને સજાવટ નો સામાન યુરોપ થી પ્રેરિત છે.
તાપસી ઘરની દીવાલ અને સફેદ રંગમાં પેન્ટ કરાવેલી છે. દિવાલ ઉપર સજાવટ અલગ અંદાજમાં કરેલો છે.
તાપસી ની બહેન શગુન એ તેમના ઘરમાં ઇન્ટિરિયર નું કામ કરેલું છે. ત્યાં જ આ અપારમેન્ટ ને પણ ડિઝાઇન કરશે. બંનેએ ડિઝાઇન ના થીમ ઉપર ઘણું વિચાર વિમર્શ કરેલું અને પછી ઘરને સજાવેલું છે.
તમને કહી દઈએ કે તાપસી પોતાના ઘરમાં બહેનની સાથે રહે છે.
તાપસી ની બહેન ઇન્ટિરિયર ડેકોરેશન છે. તેમની બહેન ઘણી ખૂબસૂરત પણ છે. પરંતુ તેમણે બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવેલું નથી બંને બહેન હમેશા સાથે ફરતી નજરે આવે છે.
બંને બહેન સાથે વેકેશન પણ એન્જોય કરે છે. આ તસવીરમાં તાપસી અને શગુન એકસાથે પેપર વાંચી રહ્યા છે
તાપસી ને પોતાના ઘરમાં સૌથી વધુ પસંદ છે દીવાર ઉપર લાગેલી મોટી ઘડિયાળ છે.
2019માં દિપાવલી ઉપર તાપસી પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ હતી ત્યારે તેમણે ઘરની રંગોળી ની તસવીર શેર કરી હતી.
તાપસી નો જન્મ 1 august 1988 ના એક શીખ પરિવારમાં દિલ્હીમાં થયો હતો. તાપસી દિલ્હી ના માતા જય કોર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમના પ્રમાણે સ્કૂલના દિવસોમાં તે ખૂબ જ લાપરવાહ હતી.
ઘણીવાર છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ સાથે પણ તેમની લડાઈ થતી રહેતી હતી. સ્કૂલના દિવસોમાં અભ્યાસના સિવાય તાપસી ને અન્ય ખેલકૂદ અને સાંસ્કૃતિક ગતિવિધિઓમાં ઘણી રૂચી હતી.
તાપસી આઠ વર્ષની ઉંમરમાં ડાન્સ શીખવા લાગી અને તેમણે પોતાના કોલેજના દિવસોમાં પોતાના ડાન્સ ને ઘણા ગંભીરતાથી લીધો અને જેમ નું પરિણામ એ હતું કે આજે તાપસી એક ખૂબ જ સારી ડાન્સર પણ છે.
તાપસી પન્નુ બોલિવૂડ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે એક સોફ્ટવેર એન્જીનીયર પણ રહી ચૂકી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પછી તેમણે એમબીએનો પ્લાન કર્યો પરંતુ તેમના નસીબમાં કંઈક બીજું જ લખેલું હતું.
નોકરીમાં આવતા થોડાક સમય પછી તેમણે મોડેલિંગ તરફ પોતાના પગ આગળ વધાર્યા. તે પહેલા એક ફૂલ ટાઈમ મોડલ બનવા માંગતી હતી પરંતુ ત્યારબાદ તે એક્ટર બની ગઈ.
તાપસી એ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2010માં તેલુગુ ફિલ્મ જુમંડી નાદમ થી કરી હતી. તાપસી ની બીજી ફિલ્મ તમિલ ફિલ્મ હતી જેમનું નામ હતું આદુકલમ. આ ફિલ્મમાં તેમના અપોઝિટ ધનુષ હતા આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ.
તાપસી વર્ષ 2013માં પોતાના બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ચસ્મેબદ્દુર થી કરી હતી. પરંતુ તે માટે કોલેજ બબલી ગર્લ ના કિરદાર માં નજર આવી હતી જ્યાંથી તે નોટિસ થવા લાગી.
તાપસી ચર્ચામાં આવી અક્ષય કુમારની ફિલ્મ બેબી થી ત્યારબાદ તો તેમણે પાછળ ફરીને જોયું નથી.