હોટલ થી ઓછી નથી આ સિતારાઓની વેનિટી વેન, એક મા તો છે કારનું પાર્કિંગ




  • બોલિવૂડ સેલિબ્રિટી પોતાના ફેશન ને લઈને લકઝુરિયસ લાઇફ સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. સિતારાઓ મોંઘા ઘર થી લઈને મોંઘી ગાડીઓ અને બ્રાન્ડેડ વસ્તુઓ ના શોખીન હોય છે. તેમના સિવાય બોલીવુડ સિતારાઓ ની પાસે એક ખાસ વસ્તુ હોય છે જેમને તેમનું હરતું-ફરતું ઘર પણ કહેવામાં આવે છે.

  • આપણે વાત કરી રહ્યા છીએ સેલિબ્રિટીની વેનિટી વેન ની. જે માટે તૈયાર થાય છે અને સાથે જ આરામ પણ કરે છે. તે અંદરથી ઘણી જ આલીશાન હોય છે. એટલા માટે જ તેને સેલિબ્રિટી નું નાનું ઘર પણ કહેવામાં આવે છે. વેનિટી વેન માં તે બધી જ વસ્તુ અને સુવિધા હોય છે જે આ સેલિબ્રિટી ને પોતાના ઘરમાં હોવાનો અહેસાસ અપાવે છે. તો ચાલો જાણીએ અક્ષય કુમાર થી લઈને આલિયા ભટ્ટ સુધી કયા કયા સિતારાઓ પાસે સૌથી ખૂબસૂરત વેનિટી વાન છે.



  • એક્ટ્રેસ તાપસી પન્નૂ પોતાની વેનિટી વાન સાથે ખાસ લગાવ રાખે છે. તેમણે પોતાના નાનકડા ઘરને નવા ઢંગ થી બનાવ્યું છે. તાપસી પોતાના મનના પ્રમાણે તેમનું ડિઝાઇન અને ઇન્ટિરિયર કરાવ્યું છે. આ વાનમાં તાપસી એ પિંક અને વાઇટ કલર ના મોટા મોટા સોફા રાખેલા છે. સાથે જ એક નાનકડો બેડ છે જેના પર તે આરામ કરે છે.


  • ટીવી ના કોમેડિયન કિંગ કહેવામાં આવતા કપિલ શર્મા એ ગયા વર્ષે પોતાની વેનિટી ને એક નવી રીતે ડિઝાઇન કરાવી છે. કપિલ ની નવી વેનિટી કોઈ હોટેલ થી ઓછી નથી. અંદરથી વેનિટી નું ઇન્ટિરિયર ખૂબ જ શાનદાર છે. કપિલ પોતાનો ઝાઝો સમય પોતાના ફેન્સ ની સાથે વિતાવે છે.



  • બોલિવૂડ ના ભાઇજાન એટલે કે સલમાનની વેનિટી વાન ની વાત કરવામાં આવે તો કોઈ હોટલ થી ઓછી નથી. તેમની વેનિટી ને જોઈને તમારા મોઢામાંથી વાહ શબ્દ નીકળી જશે. સલમાન ખાને તેમને પોતાની પસંદ થી ડિઝાઇન કરાવેલું છે. આવાં બેડરૂમ સિવાય મિટિંગ રૂમ થી લઈને બાથરૂમ, મેકઅપ બધા માટે અલગ રૂમ બનાવ્યા છે.


  • આ વેનિટી વાનમાં એક કાર પાર્કિંગ ની સ્પેસ પણ છે. વેનિટી વાનમાં અલગથી એક કિચન બનાવેલું છે જ્યાં સલમાન ના પસંદ નું ભોજન બનાવવામાં આવે છે. જો તેમના કિંમતની વાત કરવામાં આવે તો સલમાન ની આ વેનિટી ની કિંમત બે થી ત્રણ કરોડ રૂપિયા છે.
  • બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની વેનિટી વાન ને જાણીતા કાર એન્ડ ઓટો મોબાઇલ ડિઝાઇનિંગ કંપની ડીસી ના માલિક દિલીપ છાબડિયા એ ડિઝાઇન કરી છે. કિંગ ખાનની આ વાન તેમણે કિંગ જેવો અહેસાસ કરાવે છે. લેટેસ્ટ અને મોર્ડન ફેસેલિટી કિંગ ખાનની પસંદ ને ધ્યાનમાં રાખતા આ વાનમાં સાયન્સ ફિક્શન ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે.

  • તેને બનાવવામાં લગભગ 45 થી 60 દિવસ લાગ્યા હતા. તેમાં ફ્લોર ઉપર કાંચ નો વપરાશ, વુડ પેનલ, ઇન્ટિરિયર હાઈ એન્ડ લાઇટિંગ, આરામ કરવા માટે રૂમ, પેન્ટ્રી સેક્શન, વર્ડ રોબ સેક્શન, સ્પેશિયલ મેકઅપ ચેર, સેપરેટ ટોયલેટ, ઇંબિલ્ટ શાવર, આઇપેડ કંટ્રોલ ફંકશન વગેરે આ વાનમાં ખાસ ફીચર્સ છે.


  • એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ વેનીટી ને મશહૂર ઇન્ટિરિયર ડિઝાઇનર અને પ્રોડ્યુસર ગૌરી ખાન એ ડિઝાઈન કરેલી છે. વેનીટી મા રંગબેરંગી લાઇટ્સ નો વપરાશ પણ કરવામાં આવ્યો છે. જ્યાં યેલ્લો અને બ્લુ કલરની લાઈટ જોવા મળી રહી છે. ગૌરી ખાન દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી આ વાન ઘણી જ શાનદાર છે.


  • રણબીર ની વેનિટી વાન થી તેમની પર્સનાલીટી ની ઝલક મળે છે. રણબીર ની વેનિટી વાનમાં બેડરૂમ, મેકઅપ રૂમ ના સિવાય ઘણા પોસ્ટર્સ પર લાગેલા છે. એક શાનદાર મ્યુઝિક સિસ્ટમ પણ છે. તેમના ઇન્ટીરિયરમાં ચટક રંગોનો વપરાશ કરવામાં આવેલો છે.