આને કહેવાય નસીબ!! માત્ર 11 મહિનાના ભારતીય બાળકે જીતી લીધા 7 કરોડ રૂપિયા, જાણો કેવી રીતે

  • આ વાત સાંભળીને તમને અવશ્ય નવું લાગશે કારણ કે માત્ર 11 મહિનાનું બાળક એક જ રાતમાં કરોડપતિ બની ગયું. કેરળનો રહેવાસી મોહમ્મદ સલાહ દુબઈમાં સાત કરોડ રૂપિયાની લોટરી જીત્યો છે.

  •  અગત્યની વાત એ છે કે તે 13 ફેબ્રુઆરીએ તેનો જન્મ થયો.  મંગળવારે સલાહના પિતાએ કહ્યું કે, મેં મારા પુત્રના નામે લોટરીની ટિકિટ ખરીદી છે. આ એક સુંદર વિજય છે.  પૈસાનું હવે હું શું કરીશ તે હજુ સુધી મેં નક્કી કર્યું નથી. '
  • ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, છેલ્લા છ વર્ષથી અબુધાબીમાં રહેતા રહેમાનએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી દુબઈ લોટરીમાં હાથ અજમાવી રહ્યો છે. તેની લોટરી નંબર 1319 હતી અને તે 323 સિરીઝની હતી.
  • રહેમાને કહ્યું કે, હું ખૂબ પોઝિટિવ માણસ છું. મારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેના માટે હું આ બધું કરી રહ્યો છું. તેના જીવનની શરૂઆત ખૂબ જ સકારાત્મક રીતે થઈ છે. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું અને મારા જીવનમાં આવી ક્ષણો આપવા માટે હું ભગવાનનો ખૂબ આભારી છું.
  • ડીડીએફના અન્ય વિજેતાઓમાં દુબઈનો રહેવાસી છે. 33 વર્ષીય શાગાયેગ અટારઝદેહ પણ તેમાં સામેલ છે, જેણે 1745 શ્રેણીમાં મર્સિડીઝ બેન્ઝ S 560 જીતી છે. તેની લોટરી ટિકિટ નંબર 0773 છે.