ધર્મ માટે દાન કરવું એ ખૂબ સારી વાત છે. તેનથી સારું ફળ મળે છે અને ભગવાન ખુશ પણ થાઈ છે. હવે દરેક વ્યક્તિ આ વાત જાણે છે પરંતુ ખૂબ ઓછા લોકો તેને અનુસરે છે. એવું નથી કે લોકો કમાતા નથી, પરંતુ જ્યારે દાન કરવાની વાત આવે , ત્યારે તેઓ કંજુસ બની જાય છે અને વધારે રકમ આપતા નથી.
જોકે આજે અમે તમને એક એવી વ્યક્તિનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે વ્યવસાયે ભિખારી છે પરંતુ તેણે મંદિરને 8 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. ભિખારીએ આ 8 લાખ રૂપિયા છેલ્લા 7 વર્ષમાં ભીખ માંગીને કમાણી કરી છે. એટલું જ નહીં, પરંતુ ભિખારીએ એવો દાવો પણ કર્યો છે કે તેણે મંદિરમાં પૈસા દાન આપવાનું શરૂ કર્યું ત્યારથી તેની આવકમાં પણ વધારો થવા લાગ્યો છે.
આ આખો મામલો આંધ્રપ્રદેશના વિજયવાડાનો છે. અહીંના સાંઇબાના મંદિરમાં 73 વર્ષીય ભિખારી યાદી રેડ્ડીએ મંદિરમાં 8લાખ રૂપિયા આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા . જણાવીએ છીએ કે આ 8લાખ રૂપિયા થોડા થોડા કરીને પાછળ ના 7 વર્ષોમાં આપ્યા છે. યાદી રેડ્ડી આ મંદિરની બહાર ભીખ માંગે છે. તેઓ માને છે કે તેમને આ નાણાં આ મંદિરમાંથી મળ્યા છે, તેથી તેઓ તેમની કમાણીનો મોટો ભાગ મંદિરમાં પણ દાન કરે છે. મંદિરનું વહીવટીતંત્ર પણ તેમના કામથી ખુશ છે. તેઓ પણ આ દિલદાર ભિખારીની પ્રશંસા કરીને થાકતા નથી.
યાદી રેડ્ડી કહે છે કે પહેલા મેં 40 વર્ષ સુધી રિક્ષા ચલાવી હતી. તેનાથી એનું ગુજરાન ચાલતું હતું . જો કે, પછીથી મને ઘૂંટણની તકલીફ થવા લાગી. આવી સ્થિતિમાં, પછી હું મંદિરની બહાર બેસીને ભીખ માંગવાનું શરૂ કર્યું. યાદીએ સૌથી પહેલા મંદિરને એક લાખ રૂપિયાની રકમ દાનમાં આપી હતી. તેઓ કહે છે કે જો મારી તબિયત બગડતી હતી તો મને વધારે પૈસાની જરૂરિયાત લગતી ન હતી . આવી સ્થિતિમાં હું મંદિરમાં પૈસા દાન કરતો હતો.
યાદી રેડ્ડીએ દાવો કર્યો છે કે મંદિરમાં પૈસા દાન કર્યા પછી તેની કમાયમાં પણ વધારો થયો છે. આનું કારણ એ છે કે પૈસા દાન આપ્યા પછી, લોકો તેમને જાણવા લાગ્યા અને પછીથી તેઓ વધુ પૈસાની ભીખ આપવા લાગ્યા. યાદી રેડ્ડીએ મંદિરને અત્યાર સુધીમાં 8 લાખનું દાન આપ્યું છે. પરંતુ તેઓ અહીં રોકાવા માંગતા નથી. તેની ઇચ્છા છે કે તે એક દિવસ તેની બધી કમાણી મંદિરમાં દાન કરી દેશે . યાદિને મંદિરમાં જે પૈસાનું દાન કર્યું તે પૈસાની મદદથી ત્યાં ગૌશાળા બનાવવામાં આવી રહી છે. તેના કમાયેલા પૈસાથી મંદિરના વિસ્તરણ સાથે સંબંધિત અન્ય ઘણા કાર્યો થશે.
સોશિયલ મીડિયા પર, લોકો તેને મોટા દિલના ભિખારી તરીકે પ્રશંસા કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણે નોકરી વર્ગના લોકો પણ તેમની કમાણીનો આટલો મોટો હિસ્સો મંદિરમાં દાનમાં ન આપી શકે, આ કહાનીમાં , આ ભિખારી એ પોતાની કમાણીના 8 લાખ રૂપિયા દાન આપીને દરેકને પ્રેરણા આપી છે. આ ભિખારીઓ તેમના વિસ્તારમાં ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા છે. આ સમગ્ર બાબતનો તમારો અભિપ્રાય જણાવો.