કોરોના વાયરસ ની મહામારીમા ડો.નાયકે ડ્યુટી સમયે ઘરે ગયા ન હતા અને તેમની કારને જ રહેઠાણ બનાવી લીધુ....
April 09, 2020
કોરોના વાયરસ ની
મહામારીમા ડ્યુટીને કારણે કારમા જ ઘર બનાવનાર ભોપાલ શહેરના જેપી હોસ્પિટલમાં ડોક્ટર
સચિન નાયક 7 દિવસ બાદ તેમના ઘરે પરત આવ્યા હતા. તે સમયે સોશ્યલ મીડિયામાં તેમનો
કાર વાળો ફોટો વાયરલ થયા બાદ પ્રશાસને તેમના માટે હોટલમા રહેવાની વ્યવસ્થા કરાવી.
આજે જ્યારે તેઓ હોટલ પહોંચ્યા ત્યારે માલુમ પડ્યું કે અહીં તો ભોજનની કોઈ જ
વ્યવસ્થા નથી. જેથી તેઓ પોતાના ઘરે ભોજન લેવા ગયા હતા.
ડોક્ટર નાયકે
ઘરે જઈ ગેટથી ડોર બેલ વગાડ્યો અને ઘરમાંથી તેમના માતા અને પત્ની બહાર આવ્યા,
માતાએ દૂરથી જ પૂછ્યું- કેમ છે ??, ડો.નાયકે કહ્યું ચિંતા ન કરશો મા, હું જલ્દીથી આવી જઈશ. પછી જ્યારે પાણી માંગ્યુ તો દૂરથી એક જગ્યા પર પાણીનો
ગ્લાસ મુકી દીધો અને તેમની આંખોમાં આંસુ આવી ગયા! માતાને જોઈને ડો.નાયકનું દિલ ભરાઈ
આવ્યું. બાદમાં તેમણે દિકરીની સાથે વાતો કરી અને ત્યાં સુધીમાં માતા જમવાનુ ટીફિનમા
લઈને આવ્યા. ડો.નાયક બહારથી જ હોસ્પિટલ જવા નિકળી ગયા.ડો. નાયકની પત્નીએ લોકોને અપીલ કરી કે તમે લોકો
જો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરશો તો એક પતિ, એક
પિતા અને એક દિકરો ઘરે પરત જલ્દી ફરી શકશે.
મુખ્યમંત્રી
શિવરાજ સિંહ ચૌહાણે તેમના ટ્વિટર પર ડો.સચિન નાયકનો કાર ફોટો શેર કરતા જણાવ્યુ કે-
તમારા જેવા કોવિડ-19 સામે લડી રહેલા યોદ્ધાઓને હુ અને સમગ્ર મધ્ય પ્રદેશ અભિનંદન આપિએ
છીએ, આ સંકલ્પ સાથે આપણે સૌ સતત આગળ વધતા રહેશુ તો
મહાયુદ્ધને વધુ જલ્દીથી જીતી શકશું. સચિન તમારા મનોબળને સલામ આપીને શિવરાજ સિંહ
ચૌહાણે ડોક્ટર સચિન નાયકના ઉત્સાહને વધાર્યો. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ
કૈલાશ વિજયવર્ગીયએ પણ ડોક્ટર સચિન નાયકના ફોટા શેર કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.