https://www.newstrend.news/341634/bajrangi-bhaijaan-harshaali-malhotra-latest-photos/

વર્ષ 2015 માં એકે ખુબ સારી ફિલ્મ આવી હતી "બજરંગી ભાઈજાન". આ ફિલ્મમાં સલમાન ખાન ની સાથે એક નાની છોકરી મુન્ની મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ પછી આ નાની છોકરી ઘણી ફેમસ થઈ ગઈ હતી. આ છોકરીનું સાચું નામ હર્ષાલી મલ્હોત્રા છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રિલીઝ થયાને પાંચ વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. અને આ સમય દરમિયાન ફિલ્મની મુન્ની એટલે કે હર્ષાલી પણ ઘણી બદલાઈ ગઈ છે.2008 મા જન્મેલી હર્ષાલી 12 વર્ષની થઈ ગઈ છે. વધતી ઉંમરની સાથે હર્ષાલી ઘણી સ્ટાઇલિશ પણ થઈ ગઈ છે. આજે અમે તમને હર્ષાલીની થોડી તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ.

હર્ષાલી સોશિયલ મીડિયા પર પણ કંઈ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ત્રણ લાખ કરતાં વધારે લોકો ફોલો કરે છે. હર્ષાલીના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની માઁ કાજલ મલ્હોત્રા હેન્ડલ કરે છે. હર્ષાલી તેની માઁ ની સાથે-સાથે તેના પિતા વિપુલ મલ્હોત્રા ની પણ ખૂબ નજીક છે. તે બંને તેની દીકરી પર ઘણો ગર્વ કરે છે. જોતા જોતા હર્ષાલી આ પાંચ વર્ષમાં ઘણી મોટી થઈ ગઈ છે. છતાં પણ તેના ચહેરાની ક્યુટનેસ અને માસૂમિયત તેવી જ છે.

બધા બોલિવૂડના સિતારાઓની જેમ હર્ષાલી પણ આ દિવસોમાં લોકડાઉંનના કારણે ઘરે જ કેદ છે. આવા  સમયે માટે ટાઇમપાસ માટે તે ઘરે ગેમસ રમે છે. આની તસવીરો પણ તમે હર્ષાલીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ માં જોઈ શકો છો.

આની સિવાય હર્ષાલીએ કોરોના વાયરસ ને હરાવવા માટે દેશમાં લડી રહ્યા બધા જ વિભાગોના લોકો જેમ કે ડોક્ટરસ ,નર્સ, સફાઈકર્મી, પોલીસને દિલથી થેન્ક્યુ કહીને આભાર વ્યક્ત કર્યો છે. આની સાથે જ હર્ષાલીએ લોકોને ઘરે રહેવા ની સલાહ દેતા એક કવિતા લખી છે જે કંઈક આ પ્રકારે છે -"પહોંચ ગઇ હૈ ગિનતી હજારોમે, ઇસે લાખ મત હોને દો, રૂક જાઓ અપને ઘરોં મેં, વતન કો રાખ મત હોને દો."

જાણકારી માટે તમને જણાવી દઈએ કે બજરંગી ભાઈજાન' સિવાય હર્ષાલીએ "નાસ્તિક" નામની એક ફિલ્મમાં પણ કામ કર્યું છે. કંઈક કારણોસર આ ફિલ્મ રીલિઝ કરવામાં આવી નથી. શૈલેષ વર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હર્ષાલી સાથે અર્જુન રામપાલ અને મીરા ચોપરા પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.

આ તસવીરમાં હર્ષાલી તેના ભાઇ સાથે લગ્ન માં ઘરે મસ્તી કરતી જોવા મળી રહી છે. તમને હર્ષાલી નો આ અવતાર કેવો લાગ્યો તે નીચે કમેન્ટ કરીને અમને જરૂર કહેજો.