સુપરસ્ટાર મહેશ બાબુની 'સરીલારુ નીકેવરુ' એ નાના પડદા પર 23.4 ટીવીઆરના સ્કોર સાથે રેકોર્ડ તોડ્યો!

  • તેમાં કોઈ શંકા નથી કે મહેશ બાબુના ઘણા ચાહકો છે અને તે દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યા છે. મહેશ બાબુએ સુપરસ્ટારની નવી રિલીઝ ફિલ્મ 'સરિલારુ નિકેવરુ'થી તેની હિટ હેટ્રિક પૂરી કરી છે. મહેશ બાબુ એક સૌથી સફળ પેન-ઇન્ડિયા સ્ટાર છે.
  • ફિલ્મ સરિલારૂ નિકેવરુ તાજેતરમાં જ ઉગડીના પ્રસંગે જેમિની ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી જ્યાં ફિલ્મે રેકોર્ડ બ્રેકિંગ ટીઆરપી હાંસલ કરી છે જે કોઈપણ તેલુગુ ફિલ્મ માટે સૌથી વધુ છે. આ ફિલ્મનો સ્કોર 23.4 ટીવીઆર છે જે બાહુબલી: ધ કન્કલુઝન અને બાહુબલી: ધ બિગિનિંગ કરતાં ઘણી વધારે છે, જેને રેટિંગ્સમાં 22.70 ટીવીઆર અને 21.84 ટીવીઆરનો સ્કોર મળ્યો છે. આ રેટિંગ એ સાબિત કરવા માટે પૂરતું છે કે દર્શકોએ ક્યારેય તેમના મનપસંદ સુપરસ્ટાર્સને ઓન -સ્ક્રીન પર જોવા નો મોકો છોડતા નથી .
  • નવી રેટિંગ્સ રજૂ થયા પછી, આ તે આજ સુધીની સૌથી વધારે રેટિંગ વળી તેલુગુ ફિલ્મ છે. બાહુબલીની ફિલ્મ પણ આટલી વધારે હાંસલ કરી શકી નથી. 
  • એમ કહેવું ખોટું નહીં થાય કે મહેશ બાબુની અનોખી અપીલને કારણે આ ફિલ્મને અત્યાર સુધીની સર્વોચ્ચ ટીઆરપી મળી છે! ફિલ્મની રસપ્રદ સ્ટોરી એ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને મહેશ બાબુ દ્વારા સૈન્ય અધિકારીની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તે જ સમયે, ફિલ્મના ડાઈલોગએ લોકોના રૂંવાટા ઉભા કરી દીધા છે. એક્શનથી ભરેલી સિક્વલ એ ફિલ્મની ખાસિયત છે. ફિલ્મમાં કોમેડી,પ્રેમ,એક્શન અને નાટકનું સંપૂર્ણ સંયોજન બનાવ્યું છે.
  • મહેશ બાબુએ કાશ્મીરમાં ભારતીય સૈન્યની સેવા આપતા અનાથ મેજર અજય કૃષ્ણની ભૂમિકા ભજવી છે. તેનો સહયોગી, જેનું નામ અજય પણ છે, તે એક મિશનમાં ઘાયલ થઈ જાય છે અને અજયની માતા ભારતીને જાણ કરવા કુર્નુલ જવું પડે છે . એ દરમિયાન, તેની મુલાકાત સંસ્કૃતિ સાથે થાય છે , અને તે જ સમયે ધારાસભ્ય નાગેન્દ્ર એ ઝઘડામાં સામેલ થાય છે. ફિલ્મની વાર્તા આ બધી વસ્તુઓ પર વણાઈ છે કે તે આ બધી સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરે છે એ બાતવ્યું છે.
  • ટીઆરપી રેટિંગ્સની વાત કરીએ તો, સરિલારુ નિકેવરુ આ યાદીમાં ટોચ પર છે. મહેલ બાબુએ ફરી એકવાર સરિલુ નીકેવરુ સાથે નાના પડદે પોતાનો જાદુ ફેલાવ્યો છે. તેનું દિગ્દર્શન એક્શન એન્ટરટેઇનર અનિલ રવિપુડી અને વિજયશંતિ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સંગીત દેવી શ્રી પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે. મહેશ બાબુ અને દિલ રાજુએ સરિલારુ નિકેવરુ નિર્માણ કર્યું છે.