આ છોકરી 61 વર્ષના પિતા માટે કન્યાની શોધમાં છે. એટલે લીધો આ નિર્ણય..



  • ટીવી દુનિયા સિરિયલોથી ભરેલી છે. ઘણી ચેનલો ફક્ત સિરીયલો પર આધારિત હોય છે. આવામાં  સોની ટીવી પર એક  સિરિયલ પ્રસારિત થાય છે. જેનું નામ મારા પિતાની  કન્યા છે. આ સિરીયલથી પ્રેરાઈને  એક દીકરી આગળ આવી છે. જે તેના પિતાની એકલતાને દૂર કરવા માંગે છે. તે તેના પિતાના એકાંતને દૂર કરવા માટે કન્યાની શોધમાં છે. તે કહે છે કે એના  પિતાને કન્યા હોય.

  • જણાવીએ છીએ  કે આ પુત્રીના પિતાની ઉંમર 61 વર્ષ છે. તેની ઉંમરને કારણે પુત્રી પરિચય પરિષદ દ્વારા તેના પિતા માટે કન્યાની શોધ કરી રહી છે. જેથી તેના પિતાની એકલતા દૂર થઈ શકે. તો ચાલો જાણીએ કે પુત્રી કેવી રીતે તેના પિતાની કન્યા શોધી રહી છે.
  • ઈન્દોરને મધ્ય પ્રદેશની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે. અહીં સ્થાયી થયેલા મોટા ઉદ્યોગોને કારણે તેને ઓદ્યોગિક રાજધાની  પણ કહેવામાં આવે છે. અહીંની ખાણી-પીણી પણ ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ અહીં તાજેતરમાં  એક વિચિત્ર પ્રકારની પરિચય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે  આ આયોજન સંમેલનમાં  50 થી વધુ વયના લોકો  પોતાને માટે જીવનસાથીની શોધમાં હતા. આ આપણા માટે  એક પ્રકારનું  અનોખી પરિચય પરિષદ છે.

  • આ પરિચય પરિષદમાં 50 થી 75 વર્ષની વયના લોકો પહોંચ્યા હતા. જેઓ જીવન સાથીની શોધમાં હતા.
  • દરેક વ્યક્તિએ સ્ટેજ પાર  કહ્યું કે તેમને કેવા પ્રકારના જીવન સાથીની જરૂર છે. આમ, આ સંમેલનમાં  200 થી વધુ લોકો જોડાયા  હતો. આ પરિષદમાં, એક વ્યક્તિ હતી, જેનું નામ શ્રીપાલ તોગ્યા હતું. તેની પત્નીનું નિધન થયું છે. અને શ્રીપાલને ત્રણ પુત્રી છે અને ત્રણેયનાં લગ્ન પણ થઈ ગયા છે. શ્રીપાલની નાની પુત્રી, જેનું નામ રીના છે, તે તેના પિતાની  એકલતા  જોઇ શકતી ન હતી.
  •  તેને પોતાને તેના પિતાની જગ્યાએ લાગે છે કે જીવન એક યાત્રા છે, તેથી તેમાં કોઈ સાથી પણ  હોવો જોઈએ કે જેથી તે તેના હૃદયની વાત કરી શકે. રીના કહે છે કે પિતાના  લગ્ન પછી ઘરની સારી સંભાળ રાખવામાં આવશે અને પિતાની એકલતા પણ સમાપ્ત થઈ જશે. તે આગળ જણાવતા  કહે છે કે જો કોઈ  યોગ્ય સ્ત્રી સાથે પિતા લગ્ન કરે,તો તેનું ઘર પણ વસી જાય.
  • વૃદ્ધ  પરિચય પરિષદની એક વાત એ પણ  હતી કે તેમાં આવેલા તમામ લોકો ઉચ્ચ આવક જૂથના હતા. આ પરિષદમાં, દરેક તેમના જીવન સાથીની શોધમાં આવ્યા હતા. તે બધા માનતા હતા કે એવું જીવનસાથી મળે જેનાથી જીવનમાં આગળની સફર સરળતાથી કાપી શકે. 
  • આ સંમેલન અનુબંધ ફાઉન્ડેશન અને રિઝવાન આઢતીયા ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના અદયક્ષ નટ્ટુ પટેલ છે . અને સંયોજક  હેમલતા અજમેરા. બંને જણાવે છે કે તેઓ અત્યાર સુધી 159 લગ્ન સફળતાપૂર્વક કરાવી શક્યા છે. અને આ અગાઉ આવા  58 સંમેલન   થઈ ચૂકયા છે. આ 59 મુ  સંમેલન  હતું .