રાજકોટમાં વધુ 5 પોઝિટિવ, એક આખા પરિવારને કોરોના, મનપાએ 18 પોઝિટિવ દર્દીના નામ અને સરનામા જાહેર કર્યા


  • રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ ની નોંધણી થઈ છે. આથી, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 18 થઇ છે. ગઇકાલે 9 એપ્રિલના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 2 પોઝિટિવ કેસ ની નોંધણી થઇ હતી. આથી આરોગ્ય વિભાગે મેગા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. પાંચ કેસમાં ચાર પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ગઇકાલે બે સહિત જંગલેશ્વરની શેરી નં. 27માંથી ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા  જે ખરેખાર ગંભીર બાબત હતી. આજે આવેલા પાંચ દર્દી પણ શેરી નં. 27માં જ રહે છે. આથી એક જ શેરીમાં 8 કેસ નોંધાયા છે અને એ વિસ્તાર જોન શંકા દાયરામાં આવી ગયો છે .
  • છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યા 7 થઇ ગઈ છે. જ્યારે એક જ વિસ્તારમાંથી પોઝિટિવ કેસની સંખ્યા 8 થઇ છે જે ઘણી ગંભીર બાબત છે. કોરોના પોઝિટિવ અલ્તાફનો આખો પરિવાર કોરોનીન જપેટમાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનર દ્વારા જંગલેશ્વરમાં દરેક શેરીમાં જઈ વિસ્તારના આગેવાનોને બોલાવી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
  • સાથે તમામ પરિસ્થિતિમાં તંત્ર તમારી સાથે છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.રાજકોટના ઇતિહાસની પ્રથમ ઘટના ગણી શકાય. શહેર પોલીસ અધિકારીઓએ જંગલેશ્વરની મસ્જીદમાંથી સ્પીકરની મદદથી સમગ્ર જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓને કહ્યું હતું કે, ઈશ્વરની મહેરબાનીથી સારૂ થઇ જશે. તમારા પાડોશીઓને પણ ન મળો જેથી કરીને રોગનો ફેલાવો ઘટે. કોરોનાની ગંભીરતા સમજો. મનપાએ 18 પોઝિટિવ દર્દીના નામ અને સરનામા જાહેર કર્યા છે.
  • જામનગર કલેક્ટરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જાહેરનામું બહાર પાડ્યું.
  • જામનગર જિલ્લા કલેક્ટરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જીવન જરૂરિયાતના વહેંચાણ પર સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં દૂધ, શાકભાજી, ફળની લારીઓ, દુકાનો અંગે જાહેરનામું સવારના 6 થી બપોરના 1 વાગ્યા સુધી જ વેચાણ કરી શકાશે અને ત્યાં  સુધીમાં વેચાણ પુરૂ કરી દેવાનું રહેશે. અનાજ, કરિયાણું અને પ્રોવિઝન સ્ટોર્સ પણ 6 થી 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હોલસેલના વેપારીઓ છૂટક વિક્રેતાઓને સવારના 6 થી સાંજના 6 સુધી વેચાણ કરી શકશે અને  સમય મુજબ જ કામ  રહેશે. આ જાહેરનામું 14 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવ્યું છે.
  • રાજકોટ એનેસ્થિસિયા ડોક્ટરોના અસો. દ્વારા 25 ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ
  • કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સિટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 25 ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ વડેરાએ જણાવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં 20 ટીમો દ્વારા 1175 ઘરનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન કમિશનર ઉદિત અગ્રવાલે 1175 ઘરમાં લક્ષણ જણાવી તેનું ચેકિંગ થશે તેવું જણાવ્યું હતું.
  • જંગલેશ્વરની શેરી નંબર 24થી 31માં લોકોની અવર-જવર પર પ્રતિબંધ
  • રાજકોટના જંગલેશ્વરની શેરી નંબર 24થી 31 ક્લસ્ટર ક્વોરન્ટીર ઝોન જાહેર કરવામાં આવી છે. લોકોની અવર-જવર પર પણ રોક  મુકવામાં આવ્યો છે, બેરીકેટ મુકી પતરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર નંદાણી સાથે જંગલેશ્વરમાં સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. મનપા કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે આ મામલો સાંભળ્યો હતો. કોરોના પોઝિટિવ અલ્તાફની બેનને ક્વોરન્ટીન કરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. કમિશનર ઉદિત અગ્રવાલે તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ કરી દીધા  હતા. તેમજ આ વિસ્તારમાં જાતે ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું અને લોકોને ઘરની અંદર રહેવાની આપીલ કરી હતી .
  • ભાવનગરમાં 4 કેસ પોઝિટિવ
  • ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇકાલે 132 સેમ્પલનો લેવાયા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારે આજે સવારમાં એક સાથએ 4 પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. 70 સેમ્પલ લઇને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં 4નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 66 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. જે ઘણા સારા રાહત ના સમાચાર હતા. 
  • જંગલેશ્વર કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે
  • રાજકોટમાં જંગલેશ્વર કોરોનાનું હોટ સ્પોટ તરીકે બહાર આવી રહ્યું છે. બુધવારે અલ્તાફ પતાણી નામના યુવાનનો કેસ પોઝિટિવ આવતા તે વિસ્તારમાંથી 51ના સેમ્પલ લેવાયા હતા જ્યારે અન્ય શંકાસ્પદ સહિત કુલ 68 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી જંગલેશ્વરના બે પોઝિટિવ આવ્યા છે. જેમાં 35 વર્ષના આશિયાનાબેન કુરેશી તેમજ 50 વર્ષના જીલુબેન જુમ્માભાઈ અદમાણીનો સમાવેશ થાય છે. મોડીરાત્રીના મળતા અહેવાલ મુજબ અલ્તાફના પરિવારના ચાર સહિત જંગલેશ્વરના પાંચ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાનું નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ જણાવ્યું હતું. અલ્તાફના પરિવારના સભ્યોને પથિકાશ્રમમાં રખાયા હતા.
  • જે વિસ્તારમાં હવે કોરોના પોઝિટિવ કેસ આવશે ત્યાં 100 સેમ્પલ લેવાશે
  • કોરોના વાઇરસની સિરિયલ ચેઇન તોડવા માટે અને શહેરમાં રહેતા પોઝિટિવ કેસની માહિતી મળી રહે તે હેતુ ને લઈને આરોગ્ય વિભાગે જંગલેશ્વર વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી વધુ બે મહિલાઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જે ગંભીર બાબત છે. જેના પગલે મ્યુનિસિપલ કમિશનરે શહેરના જે વિસ્તારમાં પોઝિટિવ કેસ મળે ત્યાં 100 લોકોના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચેકીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં બે યુવાન બાદ ગુરુવારે સાંજે બે મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પી.પી. રોઠોડ, ડો.મનીષ ચુનારા સહિતની ટીમે આ વિસ્તારમાં રહેતા લોકોનો આરોગ્યનો સરવે કર્યો હતો. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના સિવિલ હોસ્પિટલની મદદથી કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યુ છે કે, જંગલેશ્વર વિસ્તાર પર હાલ મનપાની સમગ્ર ટીમ તેનું ધ્યાન ખેંચી રહી છે.
  • રાજકોટના કોરોના પોઝિટિવ યુવાનને ગોંડલનો યુવાન અડધો કલાક મળ્યો હતો
  • ગોંડલની નાગર શેરીમાં રહેતા ઉમંગ મહેશભાઈ મારડિયા ગત 29 માર્ચના રોજ રાજકોટ રહેતા તેના મિત્ર મેહુલ કોટેચાને અડધો કલાક સુધી મળ્યો હતો. મેહુલ કોટેચાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી તંત્ર ક્ષણભરની આળસ કર્યા વગર તુરંત જ  ઉમંગની શોધ કરી તેના રિપોર્ટ કરાવવા માટે રાજકોટ હોસ્પિટલ લઇ  ગયા હતા. બ્લોક હેલ્થ ઓફિસર ગોહિલે જણાવ્યું હતું કે જો ઉમંગના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવશે તો તેની સમગ્ર પ્રકારની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને તેના સંપર્કમાં આવેલા તમામના રિપોર્ટ કરાવવાની ફરજ પડશે કોરોનાની ચેઇનને તોડવી હશે તો લોકોને લોકડાઉનનું ફરજીયાત પાલન કરી ઘરની અંદર જ રહેવું જરૂરી છે જેથી આ મહામારી સામે લડત માં બધાએ ભાગીદારી કરવી પડશે તો જ આપણી જીત થશે.