જાણો શું છે Triple-T ફોર્મ્યુલા જેને લીધે દક્ષીણ કોરિયામાં કોરોના નથી ફેલાયો – વિગત વાંચો


  • વિશ્વમાં ઘણા દેશો અત્યારે હાલ કરોના સામે લડી રહ્યા છે જોકે ચીન આમાંથી બહાર નીકળી ગયો છે આ વાયરસ સૌથી પહેલા ચીનમાં ફેલાયો હતો અને તેમની જેમ જ દક્ષિણ કોરિયાએ પણ આ વાયરસને હાર આપી છે દક્ષિણ કોરિયાએ ખૂબ જ ટૂંકા સમયમાં વાઇરસને ફેલાવતો અટકાવ્યો છે એટલું જ નહીં દેશમાં ખૂબ જ ઓછા લોકોના મોત થયા છે
  • દક્ષિણ કોરિયા દ્વારા તેના દેશમાં વાયરસને ફેલાતો અટકાવવા માટે અપનાવેલી તકનીક ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે અને હાલ જે દેશ તેનો સામનો કરી રહ્યું છે ત્યાં પણ થઈ રહી છે આ સંક્રમણને રોકવા માટે દક્ષિણ કોરિયા દ્વારા અપનાવાયેલી નીતિ બીજા દેશ પણ અપનાવી રહ્યા છે.
  • ત્રીપલ t ફોર્મ્યુલા ની મદદથી અટકાવવામાં આવ્યો હતો

  • દક્ષિણ કોરિયાએ વાયરસ ને રોકવા માટે જે ફોર્મ્યુલા વાપરી છે તે ત્રીપલ ટી છે એટલે કે ટ્રેસ ટેસ્ટ ટ્રીટ. 20 જાન્યુઆરીએ દક્ષિણ કોરિયામાં પ્રથમ કેસ નોંધાયો હતો અને કોઈપણ પ્રકારની વિલંબ કર્યા વગર વાઈરસને ફેલાતો અટકાવવા પ્રયાસ કર્યા।
  • આ વાયરસથી પીડિત મહિલા વુહાનથી પરત ફરી હતી અને ત્યારબાદ મહિલા ક્યાં ગઈ હતી તેની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ મહિલા એ ચર્ચમાં પ્રાર્થના સભામાં હાજરી આપી હતી પહેલો કેસ સામે આવતા જ દેશની સરકારે આ સ્થાન શોધી કાઢ્યું વહીવટીતંત્રે સર્ચમાં તમામ 2 મિલિયન સભ્યોની સૂચિ મેળવી તે પછી તમામ તપાસ કરવામાં આવી અને દરેક સ્વસ્થ જણાયા અને સંક્રમિત લોકોની સારવાર શરૂ કરવામાં આવી તથા નિયમોનું પાલન ના કરવા ઉપર દંડ બે લાખથી વધારીને સાત લાખ કરી દીધો અને એક વર્ષની સજાની જોગવાઈ નો પણ અમલ કર્યો હતો જેના કારણે વાયરસની અસરની વૃદ્ધિ અટકાવવામાં મદદ મળી.
  • હાલ દક્ષિણ કોરિયામાં 9661 લોકો સંક્રમિત છે અને છેલ્લા ૨૪ કલાકમાં 78 નવા કેસ સામે આવ્યા છે આ દેશમાં જેટલી વાયરસ ની ગતિ ઝડપી છે એટલી ઝડપથી જો નિર્ણય લેવામાં આવ્યો હતો દર્દીઓની સંખ્યા હજારોમાં થઈ ગઈ હોત.
  • ઈટલી સરકારે પણ અપનાવી આ રીત

  • કોરોના થી પિડીત તમામ દેશ આ ફોર્મ્યુલા અપનાવી રહ્યા છે અને અસરકારક પણ સાબિત થઇ રહી છે ઇટાલીના હો શહેરમાં પણ આ ફોર્મ્યુલા અપનાવાયો  હતો અને અસરકારક પણ સાબિત થયો હતો કોરોના ને રોકવા માટે 97 ટકા લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું અને ચેપી લોકોને સારવાર માટે અલગ કરવામાં આવ્યા.