આ અભિનેતાએ એક સમયમાં પત્ની અને બાળકોને ત્યજીને અપનાવ્યો હતો સન્યાસ નો રસ્તો, આશ્રમમાં કર્યું હતું આ કામ
April 05, 2020
હવે વિનોદ ખન્ના આપણી વચ્ચે નથી પરંતુ તે હજી પણ લોકોના હૃદયમાં વસે છે. આજે તેમનો જન્મદિવસ છે, આ પ્રસંગે આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ, જે કોઈએ સાંભળી કે વાંચી નહિ હોય. તેમણે ફિલ્મો પહેલા ઘણા નાના કામ કર્યા હતા.
તે બોલિવૂડ જગતના સુપરસ્ટાર હતા અને ઘણી ફિલ્મો પણ કરી હતી. તમને જણાવી દઈએ કે, તેમનું જીવન ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયું હતું.
તમને જણાવી દઈએ કે, એક સમયે વિનોદ ખન્ના ફિલ્મની દુનિયા છોડીને સંન્યાસિન બનવા આશ્રમમાં ગયા હતા અને બધું છોડી દીધુ હતું અને સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું હતું. તે ઓશો આશ્રમમાં માળી તરીકે પણ કામ કરતા અને શૌચાલય સાફ કરતા અને કપડાં પોતે જ ધોતા, 4 વર્ષ આશ્રમમાં રહ્યા હતા અને ફરીથી બોલિવૂડમાં પગ મૂક્યો.
બોલિવૂડનું ટોચનું સ્થાન છોડી દેનાર વિનોદ ખન્નાએ વર્ષ 1980 માં બોલિવૂડ જગતમાં આશ્રમથી શૂટિંગ શરૂ કર્યું હતું અને ત્યારબાદ એપ્રિલ 2017 માં કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું.