શું તમે જાણો છો જમીન ઉપર બેસીને ભોજન કરવાના ફાયદાઓ વિશે? નહીં, તો આજે જાણી લો
August 31, 2020
આજકાલ ની બદલતી લાઈફ સ્ટાઈલમાં લોકો ટેબલ ઉપર બેસીને ભોજન ગ્રહણ કરે છે અને ફ્રીજનું પાણી પી લેતા હોય છે અને તે પ્રાકૃતિક વસ્તુઓ ને ભૂલી ચૂક્યા છે, પરંતુ આજે અમે આ આર્ટીકલ ના માધ્યમથી અમે તમને જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવાના ફાયદાઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ.
જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવાથી કમરના દુખાવાની સમસ્યા બિલકુલ પણ થતી નથી અને સાથે જ ઘૂંટણ અને શરીર ની એક્સરસાઇઝ પણ થઈ જાય છે.
જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવાથી લોહીનો સંચાર તમારા ર્હદય સુધી ખૂબ જ સરળતાથી થાય છે. હૃદયના મરીજ ને જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવું જોઇએ.
જ્યારે પણ તમે નીચે બેસીને ભોજન ગ્રહણ કરો છો ત્યારે તમે જે પોઝિશનમાં બેસો છો તે સુખાસન ની હોય છે અથવા તો પદ્માસનની હોય છે. બંને આસન પાચન ક્રિયા ને ખૂબ જ સારા બનાવે છે.
જો તમે પણ જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરો છો તો તમે એક સાથે વધુ ખાઈ શકતા નથી એટલે તમે ઓવર ઈટિંગ પણ થી બચી શકો છો.