જે ઘર માં થાય છે આ પથ્થર ની પૂજા ત્યાં નથી પ્રવેશ કરતા કોઈ પણ દોષ
September 02, 2020
શાલિગ્રામ કાળા રંગના લિસા અને અંડાકાર હોય છે. જો શાલીગ્રામ ઘરમાં રાખવું હોઈ તો તેમની પ્રાણ પ્રતિષ્ઠા ની આવશ્યકતા નથી હોતી. આ પથ્થરને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
શાલીગ્રામ અલગ-અલગ રૂપોમાં મળે છે. થોડાક અંડાકાર હોય છે તો થોડાક માં છેદ હોય છે. આ પથ્થરો ની અંદર શંખ, ચક્ર, ગદા અથવા તો પદ્મ ના ના નિશાન હોય છે.
શાલીગ્રામ ની પૂજા તુલસી વગર પૂર્ણ માનવામાં આવતી નથી
તુલસી અને શાલીગ્રામ વિવાહ કરાવવાથી એ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે કન્યાદાન કરવાથી મળે છે.
માન્યતા છે કે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે તીર્થ સમાન માનવામાં આવે છે.
જે ઘરમાં રોજ એ શાલિગ્રામ નું પૂજન થાય છે કે આ વાસ્તુદોષ અને બીજી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે.
શાલિગ્રામને તુલસી ની પાસે પણ રાખવામાં આવી શકે છે. રોજ સવારે તુલસીના પાન સાથે શાલિગ્રામને પણ જળ ચઢાવવું જોઈએ. સૂર્યાસ્ત સમયે તેમની પાસે દીપક પ્રગટાવવો જોઈએ.